પાલક સૂપ(Palak soup recipe in Gujarati)

પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવી પછી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ચાર દાણા ખાંડ નાંખીને પાલકની ભાજી નાખવી 30 સેકન્ડ પછી ગેસ બંધ કરી દેવો
- 2
પછી તરત જ આ ભાજી ને કાણાવાળા ટોપા માં કાઢી લેવી અને તરત જ એકદમ ઠંડા પાણીમાં ભાજી નાખી દેવી જેથી ભાજી નો કલર જળવાઈ રે
- 3
એક કડાઈમાં બટર લઈને બટર ઓગળે એટલે તેમાં લસણ નાખીને તેને સાંતળવું લસણ સંતળાઈ જાય ત્યાં સુધીમાં પાલકની ભાજીને મિક્સરમાં ક્રશ કરી લેવી પછી આ ક્રશ કરેલી ભાજીને કડાઈમાં નાખવી પછી તેમાં ચાર-પાંચ ચમચી પાણી ઉમેરી અને ઉકાળવા દેવું બે ત્રણ ઊભરા આવે એટલે તેમાં દૂધ રેડી અને બીજા એક બે ઉભરા આવવા દેવા પછી તેમાં જરૂર પ્રમાણે સિંધવ તથા મરી પાઉડર ઉમેરવો અને તરત જ ગેસ બંધ કરી દેવો
- 4
આ રીતે તૈયાર થયેલા પાલક ના સૂપ ને સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર ફેસ ક્રીમ થી ગાર્નીશિંગ કરવું આ પાલક ના સૂપ ને બ્રેડ બટર તથા સ્ટીક સાથે સરસ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
- વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
- પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
- કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)
- તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
- બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)















ટિપ્પણીઓ (4)