મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)

મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા બનાવા માટે 5કપ પાણી ગરમ કરવુ તેમા 1ચમચી તેલ એડ કરવુ બોવ વધારે નય જેથી પાસ્તા છુટા છુટા બને. ચોટી ન જાય અને પાસ્તા ફિક્કા હોઇ છે તેથી સ્વાદ અનુસાર મીઠું નાખી પાણી ઉક્ળે એટલે પાસ્તા નાખી 3થી 4 મિનિટ પાસ્તા બાફવા. બોવ વધારે ન બાફવા.
- 2
પછી વધારાનું પાણી કાઢી લેવુ થોડું પાણી રાખવુ પછી તેમા પાસ્તા નો મસાલો નાખી મિક્સ કરવુ
- 3
હવે ઍક પેન મા 2ચમચી તેલ મુકી તેમા કેપ્સીકમ ટામેટાં અને બાફેલા સ્વિટકોર્ન અને વટાણા નાખી સાંતળવા
- 4
હવે તેમા ઓરેગાનો અને ચિલિફ્લેક્સ અને મેયોનિઝ નાખી થોડું પાણી નાખી ચલાવતા રેવુ
- 5
થોડું ગ્રેવિ જેવુ થાય ત્યાંસુધી ચલાવવું પછી તેમા પાસ્તા નાખી બધુ બરાબર મિક્સ કરવુ
- 6
હવે પિઝા બેઝ પર પિઝા સૉસ લગાવી પછી મેયોનિઝ લગાવી પછી મેયોનિઝ પાસ્તા પાથરવા
- 7
હવે મોઝરેલાં ચીઝ લગાવી ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો નાંખી ઉપર ઓલિવ્સ થી ગાર્નીશ કરી પ્રી હિટ ઓવન માં 20 મિનીટ માટે બેક કરવુ 15 મિનિટ પછી ચેક કરી જોવું
- 8
ખુબજ યમ્મિ ટેસ્ટી પિઝા રેડિ
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (11)