ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)

ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને એક બાઉલ માં લઇ મેષ કરી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી મેંદો, 2 ચમચી કોર્ન ફ્લોર, 1 કપ બ્રેડ ક્રમબ્સ, 1/2 કોથમીર, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. અને લોટ બાંધો.
- 2
હવે 1/2 કપ મેંદા નો લોટ લો એક બાઉલ માં એમ ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને સ્લરી બનાઓ.
- 3
હવે લોટ ના નાના લોયા લઈ રાઉન્ડ બનાઓ અને વચ્ચે ચીઝ નો કટકો રાખી પેક કરી દો. આ રીતે બધા બનાવી લો.
- 4
હવે એક બાઉલ માં બ્રેડ ક્રમબ્સ લો અને મેંદા ના લોટ ની સ્લરી લો. પેલા બોલ ને બ્રેડ ક્રમબ્સ થી કોટ કરો પછી સ્લરી માં ઉમેરો અને પાછું બ્રેડ ક્રમબ્સ થી કોટ કરો.
- 5
પછી આ બોલ ને ડીપ ફ્રાય કરો. તેલ માં ઉમેર્યા પછી 1 મિનિટ સુધી બોલ ને ટચ ના કરવું પછી ધીમે થી ફેરવવું. કલર ગોલ્ડન બ્રાઉન થાય પછી કાઢી લેવા.
- 6
રેડી છે ચીઝ બોલ જેને તમે કેચઅપ જોડે સર્વ કરી શકો છો અથવા ગ્રીન ચટણી જોડે પણ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)