મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)

#AM2
#cookpad
#cookpadindia
#cookpadgujrati
ફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે.
મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)
#AM2
#cookpad
#cookpadindia
#cookpadgujrati
ફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 2 વાર પાણી થી ધોઈ લેવા પછી તેમાં ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી ને તેને 30 મિનિટ સુધી પલાળી રાખવા.
- 2
જયાં સુધી ચોખા પલળે ત્યાં સુધી એક મીક્ષી જાર માં પાકી કેરી ના ટુકડા ઉમેરી ને તેનો પલ્પ તૈયાર કરી લેવો.
- 3
ત્યાર પછી પલાળેલા ચોખા માંથી પાણી કાઢી તેને 2-3 ચમચી દૂધ સાથે બોવ બારીક પણ નહિ અને મોટી પણ નહિ એવી પેસ્ટ તૈયાર કરી લેવી.
- 4
ત્યાર બાદ એક પેન માં દૂધ ઉમેરી તેને એક ઉફાનો આવવા દેવો, પછી તેમાં ચોખા ની પેસ્ટ ને ઉમેરી ને ચલાવતા રેવું અને દૂધ સાથે મિક્સ કરવું ત્યાર બાદ તેમાં 7-8 ચમચી ખાંડ ઉમેરવી અને ચમચા થી ચલાવતા રેવું. જ્યાં સુધી પીસેલા ચોખા ની પેસ્ટ ટરાસ્પ્રન્ટ ન થાય ત્યાં સુધી ઉકાળવું અને ઘાટી થવા દેવી.
- 5
ત્યાર બાદ તેમાં સમારેલા ડ્રાય ફ્રુટ ઉમેરવા અને મિક્સ કરવું.ત્યાર બાદ તેમાં એક ચમચી ઘી ઉમેરવું. જેથી ફિરની નો સ્વાદ બમણો થઈ જશે.
- 6
પછી ગેસ ને બંધ કરી દેવો અને ફિરની ને 3 ભાગ વહેંચી દેવી. એક ભાગ ને પ્લેન જ રાખવો
- 7
બીજા ભાગ માં તૈયાર કરેલ કેરી ના પલ્પ ને ખીર માં ઉમેરી ને બરાબર મિક્સ કરવું.પછી તેને એક માટી ના વાસણ મા કાઢી ઉપર થી કેરી ના ટુકડા અને સમારેલા પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરવું.
- 8
ત્યાર બાદ એક બાઉલ માં ડાર્ક ચોકલેટ ને સમારી ને તેની પર પ્લેન ફિરનિ ને ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવું આ પ્રોસેસ ફિર્ની થોડી ગરમ હોય ત્યારે જ કરી લેવી કેમ કે ગરમ ફિરની ને કારણે ચોકલેટ મેલ્ટ થય જશે અલગ થી મેલ્ટ કરવી નય પડે.
- 9
હવે તૈયાર થયેલ ચોકલેટ ફીરનિ ને એક માટી ના કપ માં કાઢી તેની પર થોડી ડાર્ક ચોકલેટ ના ટુકડા અને પિસ્તા ઉમેરી ને સર્વ કરવી.
- 10
તેવી જ રીતે પ્લેન ફિરની પર પિસ્તા ઉમેરી ને તેને માટી ના વાસણ મા સર્વ કરો આ ત્રણેય ફિરની થોડી વાર ફ્રીઝ માં સેટ થવા દેવી અને ત્યાર બાદ ખાવા થી સ્વાદિષ્ટ અને ક્રીમી લાગે છે.એક વાર જરૂર થી ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- લાપસી (Laapsi Recipe In Gujarati)




















ટિપ્પણીઓ (5)