મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પહેલા ઘઉં ને ચણાનો લોટ એક બાઉલમાં લેવા હવે તેમાં કોથમીર, લીલું મરચું, કસુરી મેથી, વરીયાળી,અજમો બધું બરાબર મિક્ષ કરવું પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, મીઠુંહવે તેમાં મોણ માટે ઘી ઉમેરવું ને જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે તેના ઉપર ઘી મૂકી ૨ મિનિટ માટે તેને મસળી લેવું
- 2
હવે લોટને ૨૦ મિનિટ રેસ્ટ આપવા માટે બાજુ પર મુકો,
- 3
હવે તેની સાથે ખાવા માટે આપણે એક ચટણી બનાવી લઈએ એક મિક્સર જાર લઈ તેમાં કાપેલો કાંદો, ટામેટું,લસણની કળી, મીઠું લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી 2 ચમચી પાણી ઉમેરી મિક્સરમાં પીસી લેવું
- 4
એક કઢાઈમાં ગેસ મીડીયમ રાખી તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે અંદર જીરું ઉમેરવું જીરુ તતડે એટલે તેમાં હિંગ ઉમેરવી અને ત્યાર પછી આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી થોડું પાણી ઉમેરી 20 મિનિટ ધીમા ગેસે થવા દેવી તો તૈયાર છે ટામેટા લસણની ચટણી, હવે આપણે તૈયાર કરેલા લોટમાંથી મોટા લુવા બનાવી લેવા,
- 5
હવે કોરો લોટ લઈને તેની રોટલી વણી લેવી રોટલી થોડી જાડી રાખવી તેના પર થોડું પાણી લગાવી તેની પર કોથમીર અને જીરું ભભરાવી થોડું વણી લેવું હવે ગેસ પર તાવી મૂકવી તાવી ગરમ થાય એટલે રોટલી ને બંને બાજુ શેકી ગેસ પર નાખી થોડી બ્રાઉન થવા દેવી
- 6
તો તૈયાર છે મિસ્સી રોટી સર્વ કરવા માટે.
Similar Recipes
More Recipes
- બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
- જવ, જુવાર, ઓટ્સ ની રોટી જૈન (Barly Juwar and Oats Roti Jain recipe in Gujarati)
- લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)
- કેપ્સીકમ મગદાળ રિંગ્સ જૈન (Capsicum Moong Dal Rings Jain Recipe In Gujarati)
- મેક્સિકન કોર્ન બાઇટ્સ જૈન (Maxican Corn Bytes Jain Recipe In Gujarati)





















ટિપ્પણીઓ