રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં ૨ ચમચી તેલ અને ૨ ચમચી ઘી મૂકીને ગરમ કરી તેમાં સુકાં લાલ મરચાં અને ૧ તજ અને લવિંગ અને રાઈ જીરું નો અને હીંગ નો વઘાર કરી તેમાં લીમડાના પાન નાખી વઘાર કરો. તેમાં ડુંગળી, લસણ, કેપ્સીકમ નાખો.હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીને સાંતળો. ૨ મીનીટ પછી તેમાં મીક્સ વેજીટેબલ અને ખીચડી નાખી ને તેમાં ૪/૫ કપ પાણી નાખી ને ધાણા જીરું પાઉડર ઉમેરી કૂકર બંધ કરી ને ધીમાં તાપે ચઢવા દો. ૩/૪ સીટી માં થઇ જશે.કૂકર ઠંડું થાય એટલે ગરમ ગરમ પીરસો. દહીં અને પાપડ સાથે મજા માણો.
- 2
ગરમીમાં ગૃહિણી ને રસોઈ ઝટપટ તૈયાર થતી અને પૌષ્ટિક આહાર. બધાંજ શાક અને બધી દાળ બીજૂ જોય શું ? આમ પણ ગુજરાતી ઓને ખીચડી તો જોઈએ જ. રાત્રે પાચન સરળતાથી થાય માટે ડીનર માટે બેસ્ટ છે. હાલો હવે તમે પણ બનાવજો. જય જલારામ !
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9292387











ટિપ્પણીઓ