ભાતના રસિયા મુઠીયા

Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
શેર કરો

ઘટકો

  1. ૧ મોટું બાઉલ રાંધેલા ભાત
  2. સો૧ બાઉલ ચણા નો લોટ
  3. ૧/૨ બાઉલ ઘઉં નો લોટ
  4. ચપટીસોડા
  5. તેલ
  6. કોથમીર
  7. ૧ મોટું બાઉલ છાસ
  8. ૧/૨ ટી સ્પૂન આખું જીરું
  9. ૧ ટી સ્પૂન રાય
  10. ૨ સૂકા લાલ મરચાં
  11. ૧ આદુ -મરચાં પેસ્ટ
  12. લીમડા ના પતા
  13. ૧ ટી સ્પૂન હલ્દી પાવડર
  14. ૧ ટી સ્પૂન લાલ મરચાં પાવડ
  15. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાંધેલા ભાત માં આદુ-મરચાં પેસ્ટ,લીમડા ના પત્તા,મીઠું,સોડા,કોથમીર,હલ્દી -લાલ મરચાં પાવડર નાખી બરાબર મિક્સ કરો

  2. 2

    પછી તેમાં ચણા અને ઘઉં નો લોટ નાખો

  3. 3

    બરાબર મિક્સ કરી તેના ગોળ ગોળ મુઠીયા વાળો

  4. 4

    કડાઈ માં તેલ મૂકી ગરમ થાય ત્યારે મીઠું,રાય,જીરું,સૂકું લાલ મરચાં નાખી છાસ નો વધાર કરો

  5. 5

    ઉકળે ત્યારે તેમાં ભાતના મુઠીયા નાખો

  6. 6

    ધીમા ગેસે તેને ઉકાળવા દો

  7. 7

    મુઠીયા તૈયાર થઇ જશે ત્યારે તે ઉપર આવી જશે

  8. 8

    પછી તેમાં લાલ મરચાં પાવડર નાખો

  9. 9

    કોથમીર થી તેને ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes