મસાલા ખીચડી અને કઢી

lina vasant
lina vasant @cook_16574201

#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.

મસાલા ખીચડી અને કઢી

#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. (મસાલા ખીચડી ની સામગ્રી)
  2. 1વાટકી ચોખા
  3. 1/2વાટકી તૂવેર દાળ
  4. 1/2વાટકી મગની છળી દાળ
  5. 1/4વાટકી ચણા દાળ
  6. નમક સ્વાદ મુજબ
  7. 5વાટકી પાણી
  8. 1નંગ સમારેલ બટાટા
  9. થોડૂક કોબી નુ છીણ
  10. 1નંગ સમારેલ કેપ્સીકમ
  11. 1નંગ સમારેલા ટમેટા
  12. 1/4વાટકી શીંગદાણા
  13. ચપટીરાઈ જીરૂ
  14. ચપટીગરમ મસાલો
  15. (કઢી ની સામગ્રી)
  16. 2વાટકી છાશ
  17. 1 ચમચીચણાનો લોટ
  18. ચપટીરાઈજીરૂ
  19. ચપટીહળદળ
  20. નમક સ્વાદ મુજબ
  21. ગોળ જરૂર મૂજબ
  22. વઘાર માટે રૂટીન મસાલા જરૂર મૂજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને બધી જ દાળ ધોઈ મીક્ષ કરી 5 મિનિટ પલળવાદો.

  2. 2

    હવે ઉપર જણાવેલ બધા જ શાકભાજી સમારી લેવા. પછી કૂકર મા સહેજ તેલ મૂકી રાઈ જીરૂ મૂકી સાક નો વઘાર કરી 5 વાટકી પાણી ઉમેરી કૂકર ને ડીશઢાંકી દો.

  3. 3

    હવે પલાળેલા દાળ ચોખા નાખી સહેજ ગરમમસાલો નાખી બરાબર હલાવી કૂકર બંધ કરી 4 શીટી વગાડો. તો તૈયાર છે મસાલા ખીચડી..

  4. 4

    કઢી બનાવવા માટે એક કઢાઈ મા તેલ ગરમ મૂકી રાઈ જીરૂ મૂકી લાલ મરચું મૂકી લીમડાના પાન મૂકી ટમેટા સાંતળી લો. પછી છાશ અને ચણા નો લોટ મીક્ષ કરી તેમાં નાખી નમક અને ગોળ નાખી બરાબર હલાવી થોડી વાર ધીમી આંચે ઉકળવા દો. પછી તેમાં કોથમીર નાખી સવઁ કરો. (વઘાર મા તજ, લવિંગ, બાદીયા તેજપાન ઈચ્છા હોય તો મૂકી શકાયછે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes