કાલે ચને કે વેજ શામી કબાબ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક નોન સ્ટીક પેન માં 1 ટે સ્પૂન ઘી ગરમ કરી તેમાં લીલા મરચાં,આદુ,લસણ નાખી થોડા સાંતળી લો.હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો નાખી થોડું સાંતળી લો.
- 2
હવે મસાલા બળે નહિ તે માટે તેમાં 2 થી 3 ટે સ્પૂન પાણી ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું અને બાફેલા દેશી ચણા ઉમેરી થોડી વાર કુક કરી લો.
- 3
હવે ચણા ના મિશ્રણ ને થોડું ઠંડુ કરી એક મિક્સર ઝાર માં લઇ સ્મૂથ થાય તેવું ક્રશ કરી લો.હવે ક્રશ કરેલા મિશ્રણ ને એક બાઉલ માં લઇ તેમાં સમારેલી ડુંગળી,લીલા ધાણા અને બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ ઉમેરી મિશ્રણ મિક્સ કરો.
- 4
હવે મિશ્રણ માંથી એક સરખા કબાબ બનાવી તેને ઘી માં શેલો ફ્રાય કરી ગ્રીન ચટની થી બ્રશીંગ કરી ડુંગળી ની રિંગ્સ અને લીંબુ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કાલે ચને કે વેજ શામી કબાબ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10724501




ટિપ્પણીઓ