આખી ડુંગળી નું શાક (Baby onion sabzi recipe in Gujarati)

#વિકમીલ૧
આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી બને છે ને જલ્દી બની જાય છે .આ શાક સ્પાઈસી હોય છે.આ કાઠીયાવાડી શાક છે.
આખી ડુંગળી નું શાક (Baby onion sabzi recipe in Gujarati)
#વિકમીલ૧
આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી બને છે ને જલ્દી બની જાય છે .આ શાક સ્પાઈસી હોય છે.આ કાઠીયાવાડી શાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણા મીક્સીમાં લઈને હાફક્રશ કરો ભુક્કો નથી કરવાનો. પછી ગાંઠીયા કે સેવ ને પણ હાફક્રશ કરવાનું. મેં સેવ લીધી છે. કશું ના હોય તો ચણાના લોટને શેકીને લઈ શકાય. હવે ટામેટાં પ્યુરી બનાવશું તેમાં લસણ, આદુ, લીલુ મરચું,તલ, તજ ને લવીંગ એડ કરીને પ્યુરી બનાવી લેવી. ડુંગળી ના છોતરા ઉખેડીને રવૈયામા કાપા પાડીએ તેવા કાપા પાડીલો ને થોડું તેલ મૂકીને ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- 2
ડુંગળી કાડીને તેજ તેલવાળી કઢાઈમાં થોડું તેલ ઉમેરીને તેમાં જીરુ,હીંગ, ને ટોમેટો પ્યુરી ઉમેરો બે મીનીટ માટે સાંતળી લેશું. પછી તેમાં હળદર, ધાણાજીરુ ને લાલ મરચું ઉમેરો ને મીઠું સ્વાદનુસાર નાખો ને સરસ રીતે સાંતળો ને પછી અડધો ગ્લાસ પાણી નાંખો ને બે થી ત્રણ મીનીટ માટે સાંતળો ને ઉપર તેલ આવે એટલે ક્રશ કરેલા સીંગદાણા ને સેવ ઉમેરી લો. બરોબર મીક્સ કરી લેવું પછી બીજો આડધો ગ્લાસ પાણી ઉમેરો ને પછી પાંચ મીનીટ ઢાંકી ને થવા દો ને તેલ ઊપર આવે ત્યાં સુધી ને ગરમમસાલો ઉમેરોને મીક્સ કરતા રહો ને તેલ ઉપર આવે ત્યાં સુધી.
- 3
પછી ફ્રાય ડુંગળી નાખો બે થી ત્રણ મીનીટ માટે કુક થવા દો.મસાલા બરોબર મીક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.પછી પ્લેટમાં કાઢી લો ને ઉપર કોથમીર નાંખી સર્વ કરો.આ રોટલી ને પરાઠા સાથે ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ