બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)

Avanee Mashru @cook_22548235
બેસન ટિક્કા મસાલા(Besan tikka masala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલાં માં ૧.૫ વાટકો પાણી લ્યો. એમાં ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી મરચું, સ્વાદાનુસાર નમક નાખી પાણી ઉકાળી લ્યો. હવે તેમાં ૧ વાટકો બેસન ઉમેરી, સરખું મિક્ષ કરી ખીચુ બનાવી લ્યો.
- 2
હવે તેલ લગાવેલ થાળી માં આ ખીચુ ઉમેરી, સરખું પતલુ થી પાથરી, ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો.
- 3
હવે એક કડાઈ માં તેલ લઇ, તેમાં રાઈ, જીરું, તમાલપત્ર, હિંગ નાંખી ડુંગળી લસણ ની પેસ્ટ ઉમેરો. આ પેસ્ટ બદામી રંગ ની થાય એટલે તેમાં ટામેટાની પ્યુરી,આદુ, મરચા, કોથમીર ની પેસ્ટ ઉમેરી ઉકળવા દ્યો.હવે તેમાં ૧.૫ ચમચી મરચું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો,નમક ઉમેરી મિક્સ કરો.આ બધું સરખું મિક્ષ થઇ એટલે તેમાં ત્યારે કરેલ ઢોકળી ઉમેરી ૫-૭ મિનિટ ધીમી આંચ પર ચડવા દ્યો. ત્યાર બાદ ૫ મીનિટ સીજવા દહીં, કોથમીર થી સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13158660








ટિપ્પણીઓ