દમ આલુ
#superchef1#week1#shak#સુપરશેફ1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ હળદર નાખી ત્યારબાદ તેમાં આદું-મરચાં લસણ ટામેટા અને ડુંગળી નો વઘાર કરવો આ બધું ચડી જાય ત્યારબાદ તેમાં કાજુ એડ કરવા. ત્યારબાદ તેમાં મલાઈ અને સૂકા લાલ મરચા એડ કરી થોડી વાર ચઢવા દેવું
- 2
હવે એક મિક્સર જારમાં આ બધું નાખી ગ્રાઈન્ડ કરવુ.તો ગ્રેવી તૈયાર
- 3
હવે બટેટા ને કૂકર માં બાફી લો.વધુ પડતા ના બફાય તેનું ધ્યાન રાખવું.તેની છાલ ઉતારી ને ફોક ની મદદથી કાણા પાણી લો.હવે એક પેનમાં તેલ ગરમ કરો.હવે તેમાં બધા બટેટા ને સેલો ફ્રાય કરી લો.
- 4
હવે દમ આલુ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો.હવે તેમાં હિંગ હળદર સૂકા લાલ મરચાં,તજ, તમાલપત્ર નાખી ગ્રેવી નાખી વઘાર કરી તેમાં બધા મસાલા એડ કરો .ગ્રેવી એકદમ સરસ ઘટ થઇ જાય ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા બટેટા એડ કરો.હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને ધીમી આંચ પર પકાવો.
- 5
તો તૈયાર છે દમ આલુ તેને સર્વિંગ પ્લેટમાં લઇ પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (6)