સાંબો (Samba Recipe In Gujarati)
#SJR [મોરૈયો]
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધી સામગ્રી તૈયાર કરો પછી સૌ પ્રથમ બટાકા ની છાલ છોલી ઝીણા સમારી લો ત્યારબાદ બટાકા ને ધોઈ લો અને અડધુ ટામેટું પણ સમારી લો
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે જીરૂ નાખો પછી લીમડો &આદુ ની પેસ્ટ નાખી અને બટાકા નાખો અને ચમચા વડે હલાવી 10 થી 15 મીનિટ કઢાઈ નું ઢાકણ ઢાકી બટાકા ચડવા દો
- 3
ત્યારબાદ તેમા પાણી નાખી ને સાંબો નાખી દો પછી તેમાં મરચુ,ધાણાજીરૂ,મીઠું,ખાંડ નાખી સાંબા ને 5 મીનિટ ધીમા તાપે ચડવા દો
- 4
ત્યારબાદ તેમા શીંગદાણા નો ભુકો નાખો અને ઉપર થી લીંબુ નાખો અને ટામેટાં ને પણ નાખી દો અને થોડીવાર ગેસ પર ધીમા તાપે ચડવા દો
- 5
ત્યારબાદ તેમાં ઉપર થી કોથમીર અને લીલુમરચુ નાખો
- 6
તૈયાર છે સાંબો@મોરૈયો તેને બાઉલ માં સર્વ કરો અને સાથે લીલુમરચા તળેલા સર્વ કરો
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13929674

























ટિપ્પણીઓ (2)