સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#SJR
#cookpadindia
#cookpadgujarati
ભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. વાટકો સાબુદાણા
  2. ૩ નંગબાફેલા બટાકા
  3. ૨ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  4. ૪/૫ મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા
  5. 1/2 વાટકો શીંગદાણા
  6. સ્વાદ અનુસારસિંધાલુ મીઠું
  7. 2 ચમચીખાંડ
  8. ૧ ચમચીઘી
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. ૧ ચપટીમરચું પાઉડર
  11. 1/2 ચમચી જીરૂ
  12. ૨-૩ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને બે થી ત્રણ પાણીથી ધોઈ ને નીતારી લો.હવે તેમાં હુંફાળું ગરમ પાણી સાબુદાણા ડૂબે તેટલું જ ઉમેરી ચુસ્ત ઢાંકી ને છ થી સાત કલાક માટે રાખી દો.શીંગદાણા નો અધકચરો ભૂકો કરી લો.બાફેલા બટેટાના નાના ટુકડા કરી લો

  2. 2

    હવે પલળીને કોરા થઈ ગયેલા સાબુદાણાને સહેજ હલાવી છૂટા કરી તેમાં શીંગદાણા નો ભૂકો સ્વાદ અનુસાર સિંધાલુ મીઠું અને ખાંડ ઉમેરી હલાવીને બાજુ પર રાખો.

  3. 3

    કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીરું લીલા મરચા, લીમડાનો વઘાર કરી બટેટાના ટુકડા ઉમેરો અને સહેજ બદામી થાય ત્યાં સુધી સાતડો ત્યારબાદ તેમાં ચપટી મરચું પાઉડર અને તૈયાર કરેલ સાબુદાણા ઉમેરી બરાબર મિક્સ કરી એક ચમચી ઘી ઉમેરી એક થી દોઢ મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે ચડવા દો.

  4. 4

    હવે ફરીથી સાબુદાણા બટેટાની ખીચડી ને બરાબર હલાવી એક ચમચી લીંબુનો રસ ઉમેરી અને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes