ખીચડી(Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્રેશર કુકર લ્યો અને તેમાં તેલ ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરુ ઉમેરો. જીરુ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી શેકાવા દો.
- 2
જીરું શેકાઈ જાય પછી તેમાં હિંગ ઉમેરો. હિંગ ઉમેર્યા પછી તેમાં તજ, લવિંગ અને બાદિયા ઉમેરો.પછી તેમાં લીલું અને સુકુ લસણ ઉમેરો.તેને બ્રાઉન કલરનું થવા દો.
- 3
હવે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરો.ત્યારબાદ લીલા મરચા ઉમેરો. તેને સહેજ શેકાવા દો. હવે તેમાં લીલા વટાણા ઉમેરો. બધાને એક વાર હલાવી નાખો.
- 4
હવે તેમાં લીલી ડુંગળી ઉમેરો.તેને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દો. ડુંગળી ચડે ત્યાં સુધી દાળ ચોખા ધોઈને પલાળી દો. ત્યારબાદ તેમાં બટેટુ અને રીંગણ ઉમેરો. બધું મિક્સ કરી લો.
- 5
હવે તેમાં લીલી તુવેર ઉમેરો.પાછું બધું બરાબર હલાવી લો. હવે તેમાં મસાલા કરી લો. હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો.
- 6
ધાણાજીરું પાઉડર ઉમેરો. તમારા ટેસ્ટ અનુસાર મીઠું ઉમેરો.ચપટી ખાંડ ઉમેરો.
- 7
ગરમ મસાલો ઉમેરો અને બધું બરાબર હલાવી લો. આ બધા મસાલા કર્યા એને 2 થી 3 મિનિટ સુધી ચઢવા દો.પછી તેમાં દાળ-ચોખા ઉમેરી દો.જરૂર મુજબ પાણી ઉમેરી દો.
- 8
મેં અહીં ઓછું પાણી ઉમેર્યું છે. કારણકે મને ખીચડી છૂટી પસંદ છે.જો તમારે ઢીલી ખીચડી ખાવી હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો છો. પછી તેમાં 4 થી 5 સીટી કરી લો. તૈયાર છે આપણી લીલી તુવેર દાળની મસાલા ખીચડી. પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરો.તેને છાશ અને લીલી ડુંગળી સાથે સર્વ કરો. આ ખીચડી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને સૌને ભાવે પણ છે.
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ