જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)

જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં જુવાર નો લોટ લઈ તેમા ઉપર ની બધી સામગ્રી (છાશ સિવાય) નાખી ને લોટ ને બરાબર મિક્ષ કરી લેવુ.લોટ મિક્ષ થઈ જાય એટલે તેમાં થોડી થોડી છાશ ઉમેરતાં જઈ રોટલા નો લોટ બાંધીએ એના કરતાં થોડો નરમ લોટ બાંધવો. અને તેને ૩૦ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું. (રોટલા જયારે બનાવવાના હોય તેના અડધા કલાક પહેલા બાંધી લેવુ. લોટ જેટલો બોળાશે એટલો સરસ ટેસ્ટ આવશે).
- 2
હવે તાવી ને ગરમ કરવા માટે મુકો, અને બીજી તરફ લોટ ને ફરી થી બરાબર મસળી તેમાંથી એક નાનો બોલ સાઈસ નો લુવો કરી પાટલી પર એક પલાસ્ટીક શીટ મુકી તેના પર લુવો મુકી ને થોડો નાનો અને થોડો જાડો રહે એ રીતે રોટલો થાપી લેવુ અને રોટલા ની વચ્ચે આંગણી વડે એક કાણું કરી લેવુ. અને તેને ગરમ તાવી મા ધીમે તાપે થવા દેવુ હવે બંને બાજુ થોડોક બ્રાઉન કલર આવી જાય એટલે તેલ મુકી બંને બાજુથી લાલ કલર આવે ત્યા સુધી શેકી લેવુ. અને તેને કેચપ અથવા ચા સાથે ગરમાગરમ સવઁ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (4)