જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

જુવારના લોટ નો મસાલા વાળો રોટલો (Jowar Masala Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ જુવાર નો લોટ
  2. ૨ નંગમિડિયમ સાઈસ ની ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ કપઘી નુ કીટુ
  4. ૧ કપકોથમીર
  5. ૧ નાની વાટકીરવો
  6. જરૂર મુજબતેલ મોણ માટે (મુઠ્ઠી પડતુ)
  7. જરૂર મુજબછાશ લોટ બાંધવા માટે (થોડી ખાટી)
  8. ૧૦ થી ૧૨ કળી લસણ (વાટેલુ)
  9. ૩ નંગલીલા મરચા (વાટેલા)
  10. ૧ ચમચીહળદર
  11. ૨ ચમચીલાલ મરચું
  12. ૩ ચમચીખાંડ
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં જુવાર નો લોટ લઈ તેમા ઉપર ની બધી સામગ્રી (છાશ સિવાય) નાખી ને લોટ ને બરાબર મિક્ષ કરી લેવુ.લોટ મિક્ષ થઈ જાય એટલે તેમાં થોડી થોડી છાશ ઉમેરતાં જઈ રોટલા નો લોટ બાંધીએ એના કરતાં થોડો નરમ લોટ બાંધવો. અને તેને ૩૦ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દેવું. (રોટલા જયારે બનાવવાના હોય તેના અડધા કલાક પહેલા બાંધી લેવુ. લોટ જેટલો બોળાશે એટલો સરસ ટેસ્ટ આવશે).

  2. 2

    હવે તાવી ને ગરમ કરવા માટે મુકો, અને બીજી તરફ લોટ ને ફરી થી બરાબર મસળી તેમાંથી એક નાનો બોલ સાઈસ નો લુવો કરી પાટલી પર એક પલાસ્ટીક શીટ મુકી તેના પર લુવો મુકી ને થોડો નાનો અને થોડો જાડો રહે એ રીતે રોટલો થાપી લેવુ અને રોટલા ની વચ્ચે આંગણી વડે એક કાણું કરી લેવુ. અને તેને ગરમ તાવી મા ધીમે તાપે થવા દેવુ હવે બંને બાજુ થોડોક બ્રાઉન કલર આવી જાય એટલે તેલ મુકી બંને બાજુથી લાલ કલર આવે ત્યા સુધી શેકી લેવુ. અને તેને કેચપ અથવા ચા સાથે ગરમાગરમ સવઁ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર
Navasari

Similar Recipes