વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે ચોખાને એક બાઉલમાં પલાળી શું.
- 2
ત્યારબાદ બધા શાકભાજીને સમારી ને તૈયાર કરીશું.
- 3
હવે કુકરમાં ઘી અને તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે એમાં સૂકા ખડા મસાલા નાખીશું, ત્યારબાદ તેમાં જીરું નાખી તેમાં આદુ લસણની પેસ્ટ, ડુંગળી, ટામેટા, બટાકા, કોબી, ગાજર, વટાણા મરચા તેમાં ઉમેરીશું.
- 4
હવે તેમાં મસાલા કરીશું હળદર, લાલ મરચું, મીઠું અને બિરયાની મસાલો નાખી તેને હલાવી શું, હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરીશું અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર હલાવી એનું ઢાંકણ ઢાંકી ૨ સીટી ફાસ્ટ ગેસ પર અને એક સીટી ધીમા ગેસ પર વગાડીશું.
- 5
તૈયાર છે આપણી મસ્ત મજાની બિરયાની તેને એક પ્લેટમાં સર્વ કરીશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14334826











ટિપ્પણીઓ (2)