અન્ન રસવલી (Anna Rasabali Recipe in Gujarati)

ઓડીશામાં ભગવાન જગન્નાથ આરાધ્ય દેવ છે. તેમને ભોગમાં વિવિધ વાનગીઓ ધરાવવામાં આવે છે. તેમાં અન્ન રસવલી ભગવાન જગન્નાથનો પ્રિય ભોગ છે. અન્ન રસવલીમાં ભાતને રબડી, માખણ સાથે મિક્સ કરીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રાચીન સમયથી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે. અષાઢી બીજે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને આ ભોગ બનાવીને ધરાવી શકાય.
#GA4
#week16

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ધોઈને પાણીમાં એક કલાક પલાળી રાખવા.
- 2
એક કલાક પછી ભાત બનાવીને ઓસાવી લેવા. ભાત બહુ ગળી ન જાય તેનું ધ્યાન રાખવું. આ વાનગી બનાવતી વખતે કાચનાં વાસણનો ઉપયોગ કરવામાં આવતો નથી.
- 3
હવે ભાતમાં ઘી, ઈલાયચી અને જાયફળને ખાંડીને હળવા હાથે મિક્સ કરવું. ત્યાર બાદ એક કટોરામાં ઘી લગાડવું. કટોરામાં નીચે ભાતનું સ્તર પાથરવું. તેના પર ખાંડ અને જાયફળનો પાઉડર નાંખવો. હવે તેનાં પર માખણનું સ્તર કરવું અને તેના પર ખાંડ અને જાયફળનો પાઉડર નાખવો. હવે તેનાં પર ભાતનું સ્તર પાથરવું. તેનાં પર ખાંડ અને જાયફળનો પાઉડર નાંખવો અને સૌથી ઉપર રબડી નાખીને તેનાં પર કાજુ,બદામ, કીશમીશ અને કેસર નાખીને ભગવાન જગન્નાથને ભોગ ધરાવવો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)