જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)

#GA4
#week17
#FoodPuzzleWord_mocktail
આ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીના ના પણ ને મિક્ષી જાર માં નાખી થોડું પાણી નાખી બ્લેન્ડ કરી લેવું.આ પેસ્ટ એક તપેલી માં નાખી તેમાં બાકીનું પાણી અને સાકર નાખી ગેસ પર ધીમા તાપે ઉકળવા દેવું.સાકર ઓગળી જાય અને સીરપ જેવું થિક થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી ગાળી લેવું.
- 2
હવે મોકટેલ બનાવવા બે સર્વિંગ ગ્લાસ માં થોડા થોડા બરફ ના ટુકડા નાખવા.
- 3
હવે દરેક ગ્લાસ માં બે ટેબલસ્પૂન લીંબુ નો રસ અને બે ટેબલસ્પૂન આદુ નો રસ નાખવો.
- 4
બે ટેબલસ્પૂન મધ અને ત્રણ ટેબલસ્પૂન ફુદીના નુ સીરપ નાખવું.
- 5
પોણો ગ્લાસ ભરાય ત્યાં સુધી પાણી નાખી સ્ટીલ નો ગ્લાસ ઢાંકી ને બરાબર હલાવી બધું મિક્સ કરવું.હવે પીરસતી વખતે ક્લબ સોડા નાખી ગ્લાસ પૂરો ભરી દેવો.ફુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી પીરસવું.
- 6
તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ઠંડુ ઠંડુ જીંજર હની મિન્ટ મોકટેલ !!
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)