સ્મોકી દાલ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

સ્મોકી દાલ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વયક્તિ
  1. દાલ બાફવા માટે
  2. ૧વાઙકી આખા કાળા અડદ
  3. ૨ ચમચીરાજમા
  4. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧/૪ ચમચીહિંગ
  6. પાણી જરૂર મુજબ
  7. દાલ મખની બનાવવા માટે
  8. ૨ નંગસમારેલી ડુંગળી
  9. ૧ નંગમોટું ટામેટુ ક્રશ કરેલું
  10. ૩ ચમચીઘી
  11. ૨ ચમચીબટર
  12. ૧/૨ ચમચીજીરુ
  13. ૧/૪ ચમચીહિંગ
  14. ૪ નંગલવિંગ
  15. ૨ નંગઈલાયચી
  16. ૧ નંગતમાલપત્ર
  17. ૧ ચમચીશેકેલા ધાણા ક્રશ કરેલા
  18. ૧/૨ ચમચીમરચું
  19. ૧/૪ ચમચીહળદર
  20. ૧/૨ ચમચીપંજાબી ગરમ મસાલો
  21. ૧/૨ ચમચીક્રશ કરેલી કસૂરી મેથી
  22. મીઠું સ્વાદાનુસાર
  23. પાણી જરૂર મુજબ
  24. ૪ ચમચીક્રીમ અથવા ઘરની મલાઈ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આખા અડદ અને રાજમાને ૭ થી ૮ કલાક પલાળી લો. ત્યારબાદ તેને એક કૂકરમાં લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ અને હિંગ ઉમેરી, જરૂર મુજબ પાણી ઉમેરી દસ થી બાર વીસલ વાગે ત્યાં સુધી બાફી લો.

  2. 2

    દાલ બફાય ત્યાં સુધી ડુંગળી સમારી લો અને ટામેટાની પેસ્ટ રેડી રાખો.

  3. 3

    એક પેનમાં ઘી અને બટર લઈ તેમાં જીરું,હિંગ,લવિંગ, ઈલાયચી અને તમાલપત્ર ઉમેરી વઘાર થાય એટલે ડુંગળી ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરો.

  4. 4

    આ મિશ્રણ બરાબર ચઢી જાય એટલે તેમાં શેકેલા અધકચરા સૂકા ધાણા, મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો. આખા અડદ બરાબર ચઢી ગયા છે કે નહીં તે ફોટા માં બતાવ્યા અનુસાર ચેક કરો.

  5. 5

    હવે દાળ નું મિશ્રણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી મીઠું,કસુરી મેથી ઉમેરો. મલાઈ ઉમેરો. દાળ મખની માં તમે જેટલું વધારે ક્રીમ એડ કરશો એટલી વધારે ક્રીમી અને ટેસ્ટી બનશે સાથે સાથે તેને જેટલી વધારે ઉકાળશો એટલો જ એનો ટેસ્ટ વધારે સારો આવશે. મેં એને અડધો કલાક માટે ઉકાળી છે.

  6. 6

    દાળને smokey ઇફેક્ટ આપવા માટે એક કોલસાને ગેસ પર બરાબર ગરમ કરો. ત્યારબાદ તેને એક વાડકીમાં ડુંગળીની છાલ પર મૂકી ઉપરથી ઘી રેડી smokey ઇફેક્ટ આપવા માટે દાલ મખની માં મૂકી થાળી ઢાંકી દો થોડીવાર પછી આ વાઙકી કાઢી લો.

  7. 7

    દાલ મખની તૈયાર છે તેને પરાઠા,પાપડ અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes