મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)

મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં મમરા લઈ તેને બરાબર શેકી લો. શેકી લીધા પછી તેને બીજી પ્લેટ માં લઈ લો.
- 2
હવે એજ કડાઈમાં ખાંડ નો પાયો બનાવવા માટે કડાઈ ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખો. અને થોડું પાણી પન નાંખી ને ગેસ ફલેમ મીડયમ રાખી પીગળે એટલે તેમાં ઘી નાંખી પાયાને સતત હલાવતા રહો. થોડો બ્રાઉન કલરનો થાય એટલે ગેસ ને થોડો સ્લો કરી લો. પાયા ના 1-2 ટીપા પાણી ભરેલી વાટકી માં નાખી ચેક કરો જો પાયા ની કડક ગોળી વળે તો પાયો તૈયાર છે.
- 3
પાયા મા ચોકો પાઉડર અને ડ્રાયફ્રુટ,ટૂટીફુટી, કિસમિસ બધુ નાંખી ને સરખું હલાવી લો હવે પાયામાં મમરા એડ કરી બરાબર મિક્સ કરી લો અને ગેસ ઓફમકરી લો.
- 4
ઘી થી ગ્રીસ કરેલા વાસણમાં કાઢી લો હું અહિ અપમ કડાઇ મા મોલડ કરૂ છું અને એક ડિશ મા મોલડ કરૂ છું એકસરખુ પાથરી લો. અને 10-15 મિનિટ માટે ઠરવા દો. ત્યાર બાદ ચીક્કી ના કટકા કરી લો. હવે તેને ગાર્નિશિંગ કરો વ્હાઈટ ચોકલેટ અને ટુટીફુટી થી.
- 5
આમ ના કરવુ હોય તો મમરા નું મીકસર જરા ઠંડુ પડ્યા પછી પાણી વાળો હાથ કરી તમે મમરા ના લાડુ પણ બનાવી શકો છો. મમરાની ચીકકી અને મમરાના લાડુ તૈયાર છે.
- 6
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (16)