ઉત્તપમ સંભાર (UTTAPAM SAMBHAR Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ ને એકદમ ધોઈ લેવી અને થોડીવાર પલાળી દેવી.
- 2
ત્યાર પછી દૂધી અને ટામેટાં ને ધોઈ સાફ કરી ને સમારી લેવા. હવે દાળ ને કુકર માં એડ કરી ને દૂધી અને ટમેટું પણ એડ કરી લેવા.
- 3
ત્યાર પછી કુકર માં 3 સિટી કરી લેવી. કુકર ઠરે પછી તેને હેન્ડી થી મિક્ષ કરી પીસી લેવી.
- 4
હવે એક પાન માં વધાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેમાં અડદ ની દાળ, રાઈ અને જીરું એડ કરવા.
- 5
ત્યાર બાદ તેમાં લીમડો અને શુક્લ મરચા એડ કરી ને આદુ મરચા અને લસણ ની પેસ્ટ પણ એડ કરી લેવા.
- 6
ત્યાર પછી ડુંગળી અને બટાકુ એડ કરવા અને બધા મસાલા એડ કરી લેવા.
- 7
હવે આ બધું થોડું ચળી જાય એટલે દાળ ને એડ કરવી ને થોડું પાણી એડ કરવું. હવે તેમાં બધા જ મસાલા એડ કરી લેવા અને એવરેસ્ટ સંભાર મસાલો પણ એડ કરી લેવો અને કોથમીર એડ કરી ને થોડીવાર ઉકળે પછી ગેસ બંધ કરવો.
- 8
તો તૈયાર છે ઉત્તપમ સંભાર 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541980


























ટિપ્પણીઓ (4)