ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાઠીયા,તલ,શીંગદાણા, અને આમચૂર પાઉડર ને મિક્સર માં પીસી લેવું પછી તેમાં મીઠું,લાલ મરચું,હળદર, ધાણાજીરૂ,પીસેલી ખાંડ, કોપરા નું છીણ અને કોથમીર નાખી મિક્સ કરવું
- 2
હવે આદુ લસણ અને મરચા ને ખાંડી લેવું પછી રીંગણ ને ક્રોસ કાપા પાડી તેમાં બનાવેલો મસાલો ભરી લેવો
- 3
હવે કૂકર માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો ત્યાર બાદ હળદર, આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર થવા દેવું ત્યાં બાદ તેમાં ભરેલા રીંગણ ઉમેરો અને મિક્સ કરી 2 મિનિટ થવા દો
- 4
હવે તેમાં બાકી વધેલો મસાલો ઉમેરી મિક્સ કરી 2 મિનિટ ધીમા તાપે ચઢવા દો ત્યાર બાદ પાણી ઉમેરી મિક્સ કરી કૂકર માં 2 વ્હિસલ લગાવી દેવી
- 5
હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776883


















ટિપ્પણીઓ