રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)

રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફીલિંગ માટેની બધી સામગ્રી એક વાસણમાં ભેગી કરીને હલાવી લેવું.
- 2
રીંગણ ને ધોઈને ડીચા નો થોડો ભાગ રહે એ રીતે સાફ કરી લેવા. હવે નીચેના ભાગ તરફથી બે કાપા મુકવા પરંતુ રીંગણ આખું રહે તેનું ધ્યાન રાખવું. આ રીતે બધા રીંગણ તૈયાર કરી લેવા. બટાકા ને ધોઈને છોલી ને મોટા ટુકડા કરી લેવા. જો નાના બટાકા હોય તો તેને છોલીને એમાં પણ બે કાપ મૂકવા અને બટાકા રહે એ વાતનું ધ્યાન રાખવું. તૈયાર કરેલા મસાલાથી રીંગણ અને બટાકા ને ભરી લેવા.
- 3
કુકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે જીરું અને હિંગ ઉમેરી બારીક સમારેલા ટામેટાં ઉમેરવા. ટામેટા માં થી તેલ છૂટું પડે એટલે ભરેલા રીંગણ અને બટાકા ઉમેરી દેવા અને વધેલો મસાલો પણ ઉમેરી દેવો. હવે તેમાં 1.5 પાણી ઉમેરવું, જો વધારે રસો પસંદ હોય તો બે કપ પાણી પણ ઉમેરી શકાય. કુકર બંધ કરીને મીડીયમ તાપ પર બે વ્હિસલ થવા દેવી, ત્યારબાદ કુકર ને એની જાતે ઠંડું થવા દેવું. તૈયાર થયેલા રવૈયા પર લીલા ધાણા અને લીલું લસણ ભભરાવવું.
- 4
ગરમાગરમ રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
શિયાળામાં ભરવા માટેના નાના-નાના રીંગણ સરસ મળે છે. રવૈયા પણ બે પ્રકારના આવે છે-લીલાં અને કાળા. મેં અહીં લીલાં રવૈયા લીધા છે.#MBR4 Vibha Mahendra Champaneri -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
રીંગણ ના રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#AM3હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે ??બધા આશા છે મજામાં હશો!!!આજે અહીંયા આપણી ગુજરાતી ટ્રેડિશનલ સબ્જી રીંગણ ના રવૈયા બનાવ્યા છે. અમારે ત્યાં ગામડામાં ફળિયામાં રહેતી બહેનો પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રોગ્રામ રાખે છે ત્યારે આ મેનુ ને પ્રથમ પ્રાયોરીટી મળે છે. સૌ કોઈ બહેનો પોતાના ઘરેથી બધી સામગ્રીઓ એકઠી કરે છે પ્રોગ્રામ કરે છે. નાના મોટા સૌ કોઈ આ મિજબાની નો આનંદ માણે છે. તો ચાલો જોઈએ ટ્રેડિશનલ શાક રીંગણ ના રવૈયા ની રેસીપી.... Dhruti Ankur Naik -
ભરેલા રીંગણ નુ શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ ચેલેન્જ Week 8શિયાળામાં ફ્રેશ શાકભાજી આવે.. એમાં પણ રીંગણ ખાવાની મજા શિયાળામાં જ.. રીંગણની ખૂબ બધી વેરાયટી હોય છે. આજે મેં ભરેલા રીંગ઼ણ માટે નાના રીંગણ (રવૈયા પણ કહેવાય) લીધા છે. કાઠિયાવાડી સ્ટાઈલથી - થોડા આગળ પડતા તેલ-મરચા નો ઉપયોગ કરી બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ભરેલા રવૈયા (Stuffed Brinjal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiભરેલા રવૈયા બટાકા Ketki Dave -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
રીંગણના પલેતા ભરતા ના મોટા રીંગણ માંથી બનાવવામાં આવતા સૂકા શાકનો પ્રકાર છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક ઝડપથી બની જાય છે. રીંગણના પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MBR6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
ભરેલા રીંગણાં (Stuffed Ringan Recipe In Gujarati)
#Week9 #GA4#eggplant#રીંગણ ના સંભારમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે ભરેલા રીંગણ ના સંભાર આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
-
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા
#શાક#VNમારી મમ્મી થી શીખેલી નવીન ભરવા રેસીપી એટલે લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા. જનરલી રવૈયા બેસન થી ભરીને બનાવવામાં આવે છે. આ રેસીપી માં આપણે રવૈયા ને લીલી તુવેર અને કાંદા ના મસાલા થી ભરી ને બનાવશુ. આ એક નવીન અને સ્વાદિષ્ટ ડીશ છે. Khyati Dhaval Chauhan -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
રવૈયા બટાકા (Ravaiya batata recipe in gujarati)
રવૈયા ને ભરીને શાક બનાવવામાં આવે છે. સ્ટફીગ પણ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે જેમ કે બેસન મસાલા સાથે, બેસન સીંગદાણા મસાલા સાથે તેમજ માત્ર અચારી મસાલા ઉમેરીને. અહીં લસણ અને સીંગદાણા ને કરકરો પીસી ને મસાલા કરી ઝડપી બનાવવા માટે કૂકરમાં બનાવેલ છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં રવૈયા સાથે બટાકા પણ ઉમેરીને સ્વાદ માં વધારો કરવામાં આવ્યો છે. Dolly Porecha
More Recipes
ટિપ્પણીઓ (17)