શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 300 ગ્રામરીંગણ
  2. 1/2 કપગાંઠીયા
  3. 1/2 કપશેકેલા શીંગદાણા
  4. 1/2 કપશેકેલા તલ
  5. 1/4 ચમચીઆમચૂર પાઉડર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીપીસેલી ખાંડ
  9. 2 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીકોપરાનું છીણ
  11. 1/2 કપસમારેલી કોથમીર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 4 મોટી ચમચીતેલ
  14. 1/2 ચમચીજીરૂ
  15. 1/4 ચમચીહળદર
  16. 2 ચમચીલસણ મરચું અને આદુ ની પેસ્ટ
  17. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાઠીયા,તલ,શીંગદાણા, અને આમચૂર પાઉડર ને મિક્સર માં પીસી લેવું પછી તેમાં મીઠું,લાલ મરચું,હળદર, ધાણાજીરૂ,પીસેલી ખાંડ, કોપરા નું છીણ અને કોથમીર નાખી મિક્સ કરવું

  2. 2

    હવે આદુ લસણ અને મરચા ને ખાંડી લેવું પછી રીંગણ ને ક્રોસ કાપા પાડી તેમાં બનાવેલો મસાલો ભરી લેવો

  3. 3

    હવે કૂકર માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો ત્યાર બાદ હળદર, આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર થવા દેવું ત્યાં બાદ તેમાં ભરેલા રીંગણ ઉમેરો અને મિક્સ કરી 2 મિનિટ થવા દો

  4. 4

    હવે તેમાં બાકી વધેલો મસાલો ઉમેરી મિક્સ કરી 2 મિનિટ ધીમા તાપે ચઢવા દો ત્યાર બાદ પાણી ઉમેરી મિક્સ કરી કૂકર માં 2 વ્હિસલ લગાવી દેવી

  5. 5

    હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes