મેથી ગાંઠિયાનું શાક

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ
મેથી ગાંઠિયાનું શાક
આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
ગાંઠીયા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લાલ મરચું પાવડર, ધાણાજીરું, હળદર અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ
- 2
આખી મેથી ને બાફી લો
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ અને હિંગ નાખી દેશું પછી તેમાં મેથી બાફેલી છે તેને નાખી દો પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી બધા મસાલા કરી લો
- 4
મસાલા બધા મિક્સ બરાબર થઈ જાય અને પાણી નાખેલું છે થોડું ઉકળી જાય એટલે તેમાં ગાંઠિયાનો લોટ બનાવેલો છે તેમાંથી ઝીણા ઝીણા પાટલી વડે ગાંઠીયા વણીને એડ કરતા જાવ તમે થેપલી બનાવીને પણ એમાં એડ કરી શકો છો પછી તેને જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી તેને ઉકળવા દો હવે તેમાં જરૂર મુજબ ગોળ નાખી ધીમા ગેસ પર ગોળ ઓગળે ત્યાં સુધી ચડવા દો પછી તેને ગરમ ગરમ સર્વ કરો
- 5
મેથી ગાંઠિયાના શાકને તમે રોટલા ગોળ ઘી છાશ સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)







ટિપ્પણીઓ (2)