મેથી ગાંઠિયાનું શાક

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ

મેથી ગાંઠિયાનું શાક

2 કમેન્ટ્સ કરેલ છે

આ ટેસ્ટમાં ખુબ જ સારું લાગે છે મહિનામાં એકાદ વખત તો આ શાક ખાવું જ જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 1 કપમેથી (સૂકી આખી મેથી)
  2. 3ટી. સ્પૂન ગોળ
  3. નમક સ્વાદ અનુસાર
  4. 1-1/2ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  5. 1/2ટી. સ્પૂન ધાણા જીરું પાઉડર
  6. 1/2ટી. સ્પૂન હળદર પાઉડર
  7. 4-5 ટી.સ્પૂનતેલ
  8. 1/4 ટી.સ્પૂનહિંગ
  9. 1ટી. સ્પૂન ઝીણું સમારેલું લસણ
  10. ગાંઠીયા બનાવવા માટે
  11. 1 કપચણા નો લોટ
  12. નમક સ્વાદ અનુસાર
  13. 1/2ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  14. 1/2ટી. સ્પૂન હળદર પાઉડર
  15. 1/2ટી. સ્પૂન ધાણાજીરું પાવડર
  16. 2ટી. સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ગાંઠીયા બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લાલ મરચું પાવડર, ધાણાજીરું, હળદર અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ

  2. 2

    આખી મેથી ને બાફી લો

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ અને હિંગ નાખી દેશું પછી તેમાં મેથી બાફેલી છે તેને નાખી દો પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી બધા મસાલા કરી લો

  4. 4

    મસાલા બધા મિક્સ બરાબર થઈ જાય અને પાણી નાખેલું છે થોડું ઉકળી જાય એટલે તેમાં ગાંઠિયાનો લોટ બનાવેલો છે તેમાંથી ઝીણા ઝીણા પાટલી વડે ગાંઠીયા વણીને એડ કરતા જાવ તમે થેપલી બનાવીને પણ એમાં એડ કરી શકો છો પછી તેને જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી તેને ઉકળવા દો હવે તેમાં જરૂર મુજબ ગોળ નાખી ધીમા ગેસ પર ગોળ ઓગળે ત્યાં સુધી ચડવા દો પછી તેને ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    મેથી ગાંઠિયાના શાકને તમે રોટલા ગોળ ઘી છાશ સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes