ઈડલી મેગી બાઇટ્સ

#RB3
આજે મે બાળકો ની પસંદ ના ઈડલી મેગી બાઇટ્સ બનાવીયા છે જે ફટાફટ બની જાય છે અને ટેસ્ટી તો બને જ છે તમે પણ ટ્રાય કરો
ઈડલી મેગી બાઇટ્સ
#RB3
આજે મે બાળકો ની પસંદ ના ઈડલી મેગી બાઇટ્સ બનાવીયા છે જે ફટાફટ બની જાય છે અને ટેસ્ટી તો બને જ છે તમે પણ ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ને વચ્ચે થી કટ કરી બે ભાગ કરો હવે મેગી ને પેકેટ માં આવતા મસાલા સાથે બાફી લો પછી તેમાં મેગી મસાલા ઇ મેજિક નું આખું પેકેટ અને લીલું લસણ ઉમેરો અને મિક્સ કરો અને બફાઈ જાય ત્યાં સુધી બરાબર થવા દો
- 2
હવે એક મોટા બાઉલ માં બેસન લો તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને અજમાં ને હાથ થી મસળી ને ઉમેરો ત્યાર બાદ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 3
હવે ઈડલી લો તેના ઉપર બનાવેલી મેગી મૂકો ત્યાર બાદ તેના ઉપર બેસન નું ખીરું પાથરો હવે નોનસ્ટિક તવી ઉપર થોડું તેલ લગાવી ગરમ કરો અને બેસન વાડો ભાગ તવી ઉપર રાખો અને ધીમા ગેસ ઉપર શેકી લો હવે બીજી બાજુ પણ તેલ મૂકી શેકી લો આવી રીતે બધાં ઈડલી મેગી બાઇટ્સ તૈયાર કરી લો
- 4
હવે એક પ્લેટ માં મૂકી તેના ઉપર ટોમેટો સોસ લગાવો ત્યાર બાદ ડુંગળી,ટામેટું અને બેસન સેવ ભભરાવો અને ઉપર થી લીલા ધાણા અને ટોમેટો સોસ થી સજાવટ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ