કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)

#SVC
#cookpadindia
#cookpadgujarati
#summer_vegetable
આપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂણાં હોય એવા કારેલા ની ઉપર ની કડક છાલ જ ઉતારવા ની છે.બતાવ્યા પ્રમાણે 👇. તેમાંથી લાંબી ચિરી સમારી લેવી.તેમાં મીઠું ચોળી ને 5 મિનિટ રાખી દેવું.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી લેવું.કારેલા ની ચિપ્સ ને હાથેથી દબાવી ને પાણી નિતારી ને ક્રિસ્પી થાય એવી તળી લેવી.
- 3
પેન માં 2 ચમચી તેલ ગરમ કરી રાઈ જીરૂ તતડે એટલે હિંગ ઉમેરવી. પછી ડુંગળી સાંતળવી.પછી કાજુ ટુકડા કરી ઉમેરી દેવા.તેને પણ સાંતળવું.ત્યારબાદ બધો મસાલો ઉમેરી દેવો..પછી કારેલા ની ચિપ્સ ઉમેરી દો.
- 4
ત્યારબાદ ગોળ અને કાજુ પાઉડર ઉમેરી દો. મિક્સ કરી 2 મિનિટ પછી ઉતારી લેવું.કોથમીર ઉમેરી સર્વ કરવું.
- 5
તૈયાર છે કાજુ કારેલા નું શાક.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)