ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#SVC
#vegitable recipe challenge

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  4. ૧/૮ ટી સ્પૂન હિંગ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  8. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડાને ભીના કોટન કટકા થી લૂછી કોરો કરી લેવો અને તેને સમારી લેવા ભીંડો આગળથી સમારેલો હોય તો તેમાં ચીકાશ રહેતી નથી રાત્રે સમારી ભીંડો બહાર રહેવા દેવો.

  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને હળદર પાઉડર નાખ્યા પછી અંદર સમારેલો ભીંડો ઉમેરી બધું બરાબર હલાવી લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ગેસ ધીમો રાખી સાથ ની વચ્ચે વચ્ચે ૨ કે ૩ મીનીટે હલાવતા રહેવું શાકને ઢાંક્યા વગર જ થવા દેવું. ૭ થી૮ મિનિટ સુધી શાકને ચઢવા દેવું

  3. 3

    હવે તેમાં મસાલા કરવા લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું પછી ગેસ એકદમ ધીમો કરી દેવો ને ૩ મિનિટ થવા દો હવે ગેસ બંધ કરી કોથમીર ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes