ગુવાર નું દહીં વાળું શાક

#SVC
#RB3
#week3
ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને ડીંટિયા કાપી નાના ટુકડા કરી લો. અને કુકર માં 3 સીટી વગાડી લો અને તરત કુકર ખોલી લો, જેથી ગુવાર લીલો રહે. આદુ, મરચાં, લસણ ને વાટી લો.
- 2
દહીં ને વલોવી લો અને તેમાં બધા સૂકા મસાલા, સતું અને આદુ-મરચાં-લસણ ની પેસ્ટ નાખી સારી રીતે ભેળવી લો.
- 3
એક વાસણ માં તેલ ગરમ મુકો અને અજમો ઉમેરો, તતળે એટલે હિંગ નાખી ડુંગળી વઘારો. ડુંગળી સંતળાઈ જાય એટલે ગુવાર ઉમેરો, સાથે મીઠું પણ ઉમેરી લો.
- 4
એક બે મિનિટ ગુવાર ને સાંતળી આંચ ધીમી કરો અને તૈયાર કરેલું દહીં ઉમેરો અને થોડી વાર ચડવા દો.
- 5
છેલ્લે કોથમીર ઉમેરી આંચ બંધ કરો અને ગરમ ગરમ શાક ને ભોજન માં પીરસો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)