મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)

#LB
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#breakfast
#tasty
બાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો.
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#breakfast
#tasty
બાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા, અડદની દાળ, ચોળા, ઓટ્સ, ચણાની દાળ ને મિક્સરમાં કકરુ પીસી લેવું. આ લોટને એક મોટા બાઉલમાં કાઢી લેવા.હવે રવામાં 1 ટીસ્પૂન તેલ નાખી મિક્સ કરી અને તેમાં એડ કરો. હવે તેમાં ૨ ટેબલસ્પૂન દહીં,ગરમ પાણી નાખી અને ઈડલી નું ખીરું તૈયાર કરવું. તેની ઉપર મેથીના દાણા સ્પ્રેડ કરી દેવા. આ ખીરાને ૩ કલાક માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
હવે ચાર કલાક બાદ ખીરામાં ગાજર કેપ્સીકમ લીલા ધાણા આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરો. હવે તેમાં મીઠું પણ એડ કરી મિક્સ કરી લો. હવે એક વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ અને મીઠી લીમડી નાખી અને આ વઘાર ખીરામાં રેડો અને મિક્સ કરી લો. ઈડલી નું વાસણ પાણી નાખી ગરમ કરવા મૂકો. ઈડલી પ્લેટના ખાંચામાં તેલથી ગ્રીસ કરી લેવું. હવે ખીરામાં ઈનો એડ કરી અને ફરીથી મિક્સ કરી લો.
- 3
ઈડલી પ્લેટના દરેક ખાંચામાં સમાય તેટલું ખીરું નાખો અને તેને ઈડલી મેકરમાં ગોઠવી દો. ઢાંકી દો અને ૧૦ થી ૧૨ મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ ચેક કરી ઈડલીની થાળી ઈડલી સ્ટેન્ડની બહાર લઈ લેવી. ઠંડું પડે એટલે ઈડલી ચાકુની મદદથી કાઢી લેવી.અને આ રીતે બધી જ ઈડલી બનાવી લેવી.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (13)