વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં 1 ચમચીતેલ અને એક ટી.સ્પૂન બટર મુકી તેમાં જીરું નાંખી સાતડવુ. હવે ઝીણી સમારેલી ડુંગળી અને ફલાવર ઉમેરી ત્રણ થી ચાર મિનિટ સુધી સાંતળવું. તેમાં આદુ મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ અને કેપ્સીકમ ઉમેરી સાંતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી મીઠું નાંખી ટામેટા ગળી જાય ત્યા સુધી સાંતડી મેશ કરી લેવું. હવે તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી તેમાં લીલા ધાણા ઉમેરી એક કપ બાફેલા વટાણા ઉમેરવું.
- 3
ત્યારબાદ તેમાં 3/4 કપ પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું નાખી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું હવે તેમાં કીમ અથવા મલાઈ ઉમેરી મિક્સ કરી છીણેલુ પનીર ઉમેરી બટર નાંખી મિક્સ કરી એક થી બે મિનિટ સુધી થવા દેવું. હવે તેલ છુટું પડે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી લીલા ધાણા નાખી બ્રેડ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16463459












ટિપ્પણીઓ