મકાઈ ની રોટલી (Makai ni rotli recipe in Gujarati)

મકાઈની રોટલી સફેદ કે પીળી મકાઈનો લોટ નો ઉપયોગ કરીને બનાવી શકાય. આ લોટ થોડો કરકરો હોય છે. ગરમ પાણીથી લોટ બાંધીને બનાવવામાં આવતી રોટલી ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે. મકાઈની રોટલી ખાસ કરીને શિયાળા દરમિયાન ખાવામાં આવે છે. આ રોટલી પંજાબી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈનો લોટ, મીઠું અને અજમાને એક વાસણમાં ભેગા કરી લેવા. હવે એકદમ ગરમ પાણી લઈ ધીરે ધીરે ઉમેરવું અને ચમચીની મદદથી હલાવતા જવું. બે ત્રણ મિનિટ માટે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવું.
- 2
હવે બરાબર મસળીને લોટ બાંધી લેવો અને લોટને એક સરખા આઠ ભાગમાં વહેંચી લેવો. હવે એક ભાગને મકાઈના લોટમાં રગદોળીને બટર પેપર, પ્લાસ્ટિક કે કોટન ના કપડા પર મૂકીને રોટલી બનાવી લેવી.
- 3
તવીને મીડીયમ તાપ પર ગરમ કરી એના ઉપર તૈયાર કરેલી રોટલી મૂકવી. રોટલી ને તવી પર મુકવા માટે બટર પેપર ને ઉચકી એને ઊંધું કરીને રોટલી ધ્યાનપૂર્વક તવા પર મૂકવી. હવે રોટલી ને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીને પલટાવી લેવી. હવે બીજી તરફથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી ફરીથી પલટાવીને બંને બાજુથી બરાબર શેકી લેવી.
- 4
આ રીતે બધી રોટલી તૈયાર કરીને ઉપર ઘી લગાડવું.
- 5
ગરમા ગરમ મકાઈની રોટલી ને કોઈપણ પ્રકારના શાક કે દાળ સાથે પીરસી શકાય પરંતુ મકાઈની રોટલી સરસોના સાગ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)