અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)

અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને બધી દાળને મિક્સ કરી ધોઈ લેવા અને થોડીવાર પલાળી રાખવા. પછી કુકરમાં ચોખા બધી દાળ, ગાજર, વટાણા, બટાકુ, સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ત્રણ થી ચાર સીટી વગાડીને ખીચડી ને બાફી લેવી.
- 2
ડુંગળી, ટામેટું ઝીણું સમારી લેવું અને આદુ-લસણ પેસ્ટ બનાવી લેવી પછી એક પેનમાં ઘી અને તેલ મૂકી ઘી તેલ ગરમ થાય એટલે બધા ખડા મસાલા અને ડુંગળીથી વઘાર કરી લેવો.
- 3
ડુંગળી સતળાય ને ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં ટામેટું, મરચું ઉમેરી અને વઘાર ના ભાગ નો બધો મસાલો કરી લેવો.
- 4
પછી જરૂર મુજબ થોડું પાણી ઉમેરી મિક્સ કરી બાફેલી ખીચડીમાં ઉમેરીને બધું મિક્સ કરી લેવું. બે મિનિટ ગેસ પર રહેવા દેવું જેથી બધું એક રસ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો.
- 5
૨ મિનિટ ગેસ પર રહેવા દેવું જેથી બધું એક રસ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો એટલે સરસ અવધી ખિચડી તૈયાર થઈ જશે.
- 6
કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ ખીચડી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ