તાજા ગાંઠિયા નું શાક

Disha Prashant Chavda @Disha_11
ઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે.
તાજા ગાંઠિયા નું શાક
ઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નાં લોટ મા પાણી,તેલ અને મીઠું નાખી ને ગાંઠિયા નાં લોટ જેવું બનાવવું. ગાંઠિયા નાં સંચા માં ભરવું.
- 2
કડાઈ મા તેલ ગરમ મૂકી ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખી દેવી. ત્યારબાદ લાલ મરચું નાખી પાણી નાખી દેવું. પાણી માં છાસ, હળદર, ધાણાજીરું અને મીઠું નાખી ઉકાળવું.
- 3
પાણી ઉકળે એટલે સંચા થી ગાંઠિયા પાડી દેવા. ૫-૭ મિનિટ ઉકાળવું. શાક તૈયાર. ગરમ ગરમ કોથમીર નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9736669

ટિપ્પણીઓ