..નાન ખટાઈ

Naina Bhojak
Naina Bhojak @cook_8660743
Anjar India.

નાન ખટાઈ એ ચા સાથે નો બેસ્ટ અને સૌ કોઈ નો પ્રિય નાસ્તો છે..એને અલગ અલગ ફ્લેવર માં પણ બનાવવામાં આવે છે આજે આપણે વેનીલા ફ્લેવર માં બનાવીશું.તો ચાલો જોઈએ એની સામગ્રી...બહુ ઓછી સામગ્રી સાથે ચાય સાથે નો ટેસ્ટિ નાસ્તો બનાવવા માટે આપણને જોઈશે..આ પ્રમાણે..

..નાન ખટાઈ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

નાન ખટાઈ એ ચા સાથે નો બેસ્ટ અને સૌ કોઈ નો પ્રિય નાસ્તો છે..એને અલગ અલગ ફ્લેવર માં પણ બનાવવામાં આવે છે આજે આપણે વેનીલા ફ્લેવર માં બનાવીશું.તો ચાલો જોઈએ એની સામગ્રી...બહુ ઓછી સામગ્રી સાથે ચાય સાથે નો ટેસ્ટિ નાસ્તો બનાવવા માટે આપણને જોઈશે..આ પ્રમાણે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપસોજી
  3. 1/3 કપબેસન
  4. 1 કપઘર ની દળેલી ખાંડ
  5. 1 ચમચીવેનીલા એસેન્સ
  6. 1 કપદેશી ઘી
  7. 2 ચમચીબદામ /કાજુ
  8. 1વાટકી મીઠું નાન ખટાઈ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ધ્યાનથી પ્રેશર કુકર માં તળિયે મીઠું નાખી ફેલાવી દેવું.

  2. 2

    ત્યારબાદ એને 5 મિનિટ માટે ઉતાવળા ગેસ પર ગરમ થવા દેવું

  3. 3

    આ પગલું ખૂબ અગત્ય નું છે નહીં તો નાન ખટાઈ સારી રીતે શેકાય નહિ.

  4. 4

    હવે એક બાઇલ માં ઘી અને ખાંડ લેવું

  5. 5

    હવે એ બે ને સારી રીતે મિક્સ કરવું જ્યાં સુફહી એ મિશ્રણ સફેદ થાય ત્યાં સુધી..મિક્સ કરો

  6. 6

    હવે એમાં પહેલા થઈ જ ચાળી ને રેડી કરેલ મેંદો બેસન અને સોજી ઉમેરવું

  7. 7

    હવે એમ ચપટી સોડા નાખવા..મીઠું જો ગમે તો ચપટી નાખવું.

  8. 8

    મેં મીઠું નથી નાખ્યું...હવે આ બફૂ સતી રીતે મિક્સ કરી લો..બનેતો હેન્ડ બીટર નો ઉપયોગ કરવો.

  9. 9

    હવે એમ વેનીલા એસેન્સ ઉમેરવું..

  10. 10

    હવે રેફય થયેલ લોટ ને 5 મિનિટ માટે ફ્રીઝ માં સરત થવા માટે મુકો

  11. 11

    પાંચ મિનિટ પછી લોટ માંથી નાના લુઆ લાઇ હાથે થઈ બિસ્કિટ બનાવો

  12. 12

    અથવા મોલ્ડ માં પણ બનાવી શકો છો...

  13. 13

    એક ડીશ પર થોડા અંતરે ગોઠવી દેવા

  14. 14

    હવે બિસ્કિટ પર બદામ લગાવો

  15. 15

    હવે પેલા થઈ ગરમ કરેલ કુકર માં ડીશ ને મીઠા પર કાંઠલો અથવા વાયર સ્ટેન્ડ ગોઠવી લેવું

  16. 16

    હવે નાન ખટાઈ ની પ્લેટ ને એના પર સારી રીતે મૂકી દેવી

  17. 17

    હવે કુકર ની સીટી અને રિંગ કાઢી ને ઢાંકણ ઢાંકી દો

  18. 18

    20 મિનિટ સ્લો થી મીડીયમ ગેસ પર શેકવા દો.

  19. 19

    ત્યારબાદ કુકર માંથી કાઢી લઇ 1 કલાક ઠંડી કરો

  20. 20

    હવે આપણી વેનીલા ફ્લેવર ની નાન ખટાઈ ચાય સાથે ખાવા માટે રેડી છે...

  21. 21

    તો તૈયાર છે #ટી ટાઈમ#સ્નેકસ..

  22. 22

    મારી મનપસંદ નાન ખટાઈ જો ગમે તો આપ પણ બનાવી મને ટેગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_8660743
પર
Anjar India.
I'm home chef n I lv cooking. .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes