નાન ખટાઈ

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Tea time નું બેસ્ટ companion.
બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલે
યમ્મી નાન ખટાઇ..😋👌

નાન ખટાઈ

Tea time નું બેસ્ટ companion.
બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલે
યમ્મી નાન ખટાઇ..😋👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ટી ટાઈમ માટે
  1. ૧/૨ કપથીજેલું ઘી
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧ કપમેંદો
  4. ૧/૨ કપબેસન
  5. ૧/૪ કપઝીણી સૂજી
  6. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  7. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  8. ચપટીમીઠું
  9. ૧ ચમચીઇલાયચી પાઉડર
  10. ૧ ટેબલસ્પૂનકાજુ બદામ નો કકરો ભૂકો
  11. ૩-૪ ટેબલસ્પૂન દૂધ,લોટ બાંધવા (optional)
  12. ૧ ચમચીકાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં ઘી અને ખાંડ લઈ વિસ્કર થી ખુબ ફિણવું.(વ્હાઇટ કલર નું fluffy થઈ જશે), ત્યાર બાદ તેમાં મેંદો,બેસન,સૂજી, બેકીંગ પાઉડર,બેકીંગ સોડા અને મીઠું નાખી ચાળી ને મિક્સ કરી લેવું,હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ નો કકરો ભૂકો એડ કરી જરુર મુજબ દૂધ ઉમેરી મિડીયમ સોફ્ટ લોટ બાંધી ૧૦ મિનિટ નો rest આપવો..

  2. 2

    હવે ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ હિટ કરી લેવું અને લોટ માં થી એક સરખા (પૂરી ના લૂઆ જેવડા) લૂઆ કરી રાઉન્ડ બોલ કરી ઉપર એક એક કાજુ કે બદામ ની કતરણ ચોટાડી બેકિંગ ટ્રે માં છૂટા છૂટા ગોઠવી બેક કરવા મૂકી દેવા..
    ૧૨ થી ૧૫ મિનિટ માં નાન ખટાઇ બેક થઈ જશે.
    બહાર કાઢી,ઠંડી કરી એર ટાઇટ જાર માં ભરી લેવી..

  3. 3

    તો, તૈયાર છે આપણી yummy n delicious
    નાન ખટાઈ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes