વેનીલા આઈસ્ક્રીમ

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#GujjusKichten
#પ્રેઝન્ટેશન મેં આ વેનીલા આઈસ્ક્રીમ ફક્ત 3 જ વસ્તુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે...ગાર્નિશ માટે તમે કોઈ પણ વસ્તુ વાપરી શકો છો જેવીકે ટૂટીફ્રુટી, બદામ,દ્રાક્ષ, પીસ્તા વગેરે....

વેનીલા આઈસ્ક્રીમ

#GujjusKichten
#પ્રેઝન્ટેશન મેં આ વેનીલા આઈસ્ક્રીમ ફક્ત 3 જ વસ્તુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે...ગાર્નિશ માટે તમે કોઈ પણ વસ્તુ વાપરી શકો છો જેવીકે ટૂટીફ્રુટી, બદામ,દ્રાક્ષ, પીસ્તા વગેરે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
5 થી 6 વ્યકિત
  1. 1લીટર-દૂધ
  2. 3ચમચી-વેનિલા ફ્લેવર નો કસ્ટર્ડ પાવડર
  3. 2/3કપ-ખાંડ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.ઉભરો આવે પછી ગેસ ધીમો કરી દૂધ ને ઉકાળો...(વચ્ચે વચ્ચે હલાવતા રહો)

  2. 2

    દૂધ ઊકળે ત્યાં સુધી એક બાઉલ માં કસ્ટર્ડ પાવડર અને 2 ચમચી (ગરમ થયેલા દૂધ માંથી દૂધ લો)દૂધ મિક્સ કરી બાજુ માં મૂકી દો.

  3. 3

    હવે દૂધ ઉકળીને અડધું થઈ જકય ત્યારે તેમાં ખાંડ નાખી 2 મિનિટ ઉકાળો..ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને કસ્ટર્ડ પાવડર નું મિશ્રણ ઉમેરતા જાઓ.અને ધીમી આંચ પર સતત હલાવો જ્યાં સુધી તે થોડું થીક ના થઇ જાય.

  4. 4

    મિશ્રણ સહેજ જાડુ થાય પછી તેને ઠંડુ કરીને એક એર ટાઇટ ડબ્બા માં મૂકી આખી રાત અથવા 7 થી 8 કલાક ફ્રીઝર માં સેટ થવા મૂકી દો.

  5. 5

    8 કલાક પછી તેને એક મિક્સર જાર માં કાડી લઈ 10 મિનિટ સુધી ફેટી લો જેથી તે સ્મૂથ થઈ જાય. ફેટી લીધા પછી તેને ફરીથી એર ટાઈટ ડબ્બા માં કાડી લો અને પિસ્તા કે તમારા કોઈ પણ મનપસંદ વસ્તુ થી ગાર્નિશ કરી 4 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.

  6. 6

    4 કલાક પછી આઇસ્ક્રીમ સરસ સેટ થઈ જશે તેને બાઉલ માં કાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes