લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ખુશ્બુગુજરાતકી
#પ્રેઝન્ટેશન
આઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે.

લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ

#ખુશ્બુગુજરાતકી
#પ્રેઝન્ટેશન
આઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 સર્વિંગ્સ
  1. આઈસ્ક્રીમ માટે
  2. 1લીટર દૂધ
  3. 1/2 કપકન્ડેન્સેડ મિલ્ક
  4. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  5. 1.5 ટેબલ સ્પૂનgms પાવડર
  6. 1/2 ટીસ્પૂનcmc પાવડર
  7. 50 ગ્રામખાંડ (ટેસ્ટ પ્રમાણે)
  8. લેમનગ્રાસ 1 કપ કાપેલું
  9. સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ બનાવવા માટે
  10. 1 કપખાંડ
  11. 1/8 કપપાણી
  12. 2 ચમચીબટર
  13. 4 ચમચીફુલ ક્રીમ
  14. 1/4 ચમચીમીઠું
  15. 2ચમચા આદુ નો રસ
  16. ગાર્નિશ કરવા
  17. બદામ ની ચિપ્સ 2 ચમચા
  18. 4-5રોસ પેટલ્સ
  19. પિન્ક અને યેલ્લો જાળી સજાવવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આઈસ્ક્રીમ માટે એક મોટા તપેલા મા દૂધ લ્યો. એમાં થી એક વાટકી દૂધ લઇ બીજું દૂધ ગરમ કરવા મુકો. તપેલી વાડા દૂધ મા લેમનગ્રાસ નાખો અને ઉકાળવા મુકો. વાટકી વાડા દૂધ મા કોર્ન ફ્લોર, gms, cmc નાખો અને મિક્સ કરી લો. એને પણ ઉકળતા દૂધ મા નાખો અને સતત હલાવતા રહો.

  2. 2

    હવે સતત હલાવતા જય ખાંડ અને કન્ડેન્સેડ મિલ્ક ઉમેરો. ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી ગાળી લ્યો.

  3. 3

    ઠંડુ થાય એટલે એલ્યૂમીનિમ ના ડબ્બા મા ભરી ને ફ્રીઝર મા મૂકી દો ઓવરનાઈટ. બીજા દિવસે બારે કાઢી બ્લેન્ડર થી ચર્ન કરી દો. આ વખતે આઈસ્ક્રીમ ડબલ થઇ જશે અને ફૂલી જશે. હવે એને મોટા ડબ્બા મા લઇ અગેઇન 12-14 કલાક કે એક દિવસ માટે ફ્રીઝર મા મૂકી દો.

  4. 4

    સોલ્ટેડ જિન્જર કેરમલ સોસ બનાવવા એક કડાઈ મા ખાંડ લ્યો. એમાં લખેલ માત્ર મા પાણી નાખી ગરમ થવા મૂકી દો. હલાવ્યા વગર એને ચાશની બનવા દો. બ્રોવન કલર નું થાય એટલે એમાં બટર, ફુલ ક્રીમ અને મીઠું નાખી સતત હલાવો. આદુ નો રસ પણ નાખો. બબલ્સ થશે. હલાવતા જાઓ અને ગેસ બંધ કરી દો.

  5. 5

    જિન્જર કેરામેલ સોસ ઠંડો થવા દયો.

  6. 6

    આઈસ્ક્રીમ સેટ થઇ જય એટલે એક વાઈટ પ્લેટ મા પિન્ક જાળી મુકો. એના ઉપર બોલ મા આઈસ્ક્રીમ મુકો ame 2-3 ગુલાબ ની પાંદડી મુકો. હવે સાઈડ પાર સોસ લગાવી બદામ ની ચિપ્સ થી ગાર્નિશ કરો. આઈસ્ક્રીમ પાર યેલો જાળી મુકો.

  7. 7

    તૈયાર છે લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરામેલ સોસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Wow... Awesome recipe shared with eye catching tempting 👌👌👌👌

Similar Recipes