ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો

Vibha Desai
Vibha Desai @cook_17498020

#કઠોળ

આમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે
વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ
પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી
ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ
સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે

ફણગાવેલા મગ નો ફ્રેશ ચેવડો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કઠોળ

આમાં ખુબ જ ગુણકારી તત્વો હોય છે
વળી એ જો ફણગાવેલા હોય તો સોને પે સુહાગ
પચવામાં હલકા અને પ્રોટીન, ફાઈબર થી
ભરપુર આ વાનગી સવાર ના નાસ્તામાં ખુબ જ
સરસ અને ખુબ જ ઓછા તેલ માં બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. 2 ચમચી તેલ
  2. 1 ચમચીજીરૂ
  3. 3ઝીણા સમારેલા લીલાં મરચાં
  4. 2 ચમચીખસખસ
  5. 1/4 કપ૧/૪કપ કાજુ ના ટુકડા
  6. 1/2 કપ છીણેલું ગાજર
  7. 1/2 કપછીણેલા બટેટા
  8. 1 કપ ફણગાવેલા બાફેલા મગ
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 1/4 કપઝીણી સમારેલી કોથમીર
  11. 1/4 કપખમણેલું નાળિયેર તાજુ
  12. 8-10લીમડાના પાન
  13. સ્વાદ અનુસાર મીઠું
  14. ગારનીશ માટે ટમેટા નું ફુલ, કેપ્સીકમ માં થી કાપેલા પાન, થોડી સમારેલી કોથમીર,ગાજર માં થી કાપેલા શેપ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં માપ પ્રમાણે તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખી એમાં લીમડો, લીલાં મરચા, ખસખસ, કાજુ ના ટુકડા નાખી ૧ મિનિટ માટે સાંતળો પછી એમાં છીણેલું ગાજર અને છીણેલા બટેટા ઉમેરો એ ચડી જાય ત્યાં સુધી એને સાંતળો

  2. 2

    હવે એમાં ફણગાવેલા મગ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો કોથમીર અને કોપરાનું ખમણ ઉમેરી ને ઉતારી લો બાઉલ ભરીને અનમોલ્ડ કરી સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Desai
Vibha Desai @cook_17498020
પર

ટિપ્પણીઓ

Similar Recipes