શેર કરો

ઘટકો

  1. 2 કપપૌંઆ
  2. 1 કપવટાણા
  3. 1બટાટુ
  4. 2ડુંગળી
  5. 2ટામેટા
  6. 1 ચમચીલસણની લાલ ચટણી
  7. 1/4 કપસીંગદાણા
  8. 5લીલા મરચા
  9. 1લીંબુ
  10. રાઈ,જીરુ
  11. લીમડો
  12. હિંગ
  13. હળદર
  14. લાલ મરચું
  15. ગરમ મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1દાડમનાં દાણા
  18. 1/4 કપરતલામી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા ને 4 કલાક ગરમ પાણીમાં પલાડી દેવા.ત્યાર બાદ તેને બાફી લેવા. એક પૅન મા તેલ ગરમ કરવા મુકી તેમા રાઈ અને હીંગ નાખી જીણા સમારેલા ડુંગળી અને ટમેટાં સાંતળી લેવા. 1 ચમચી લસણની લાલ ચટણી નાખી હળદર,મરચું,ગરમ મસાલો,મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવુ. તેલ છુટુ પડે એટલે બાફેલા વટાણા નાખી ઉકળવા દેવુ.10 મિનિટ પછી ઉપરથી કોથમીર નાખી ગેસ બંધ કરી દેવો.

  2. 2

    પૌંઆ ને ધોઇને 5 મિનિટ પલાળી રાખવા.વઘાર માટે તેલ ગરમ કરવા મુકી તેમા જીરુ,હીંગ,મીઠો લીમડો અને સીંગદાણા નાખી સાંતળવું.જીણા સમારેલા બટાકા અને લીલા મરચા નાખી ધીમા તાપે ચડવા દેવુ. હળદર, મીઠું અને પૌંઆ નાખી બરાબર મિક્સ કરી લેવુ.ઉપરથી લીંબુ નીચોવી લેવુ.

  3. 3

    એક પ્લેટમાં પૌંઆ કાઢી ઉપર ગરમા ગરમ રગડો નાખી ઉપર ડુંગળી,ટામેટુ,રતલામી સેવ અને દાડમ ના દાણા નાખી સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

ટિપ્પણીઓ

Similar Recipes