ફણગાવેલા મગ તથા ચણાનું સલાડ

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

બાળકોને લંચ બોક્સમાં ફણગાવેલા કઠોળ આપવામાં આવે તો ખૂબ જ સારું. મગ અને ચણામાં પ્રોટીન,વિટામિન્સ તથા ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે.એનાથી શરીરમાં તાકાત તથા ઊર્જા મળી રહે છે. આ કઠોળની સાથે કાચા શાકભાજી ઉમેરો તો "સોનામાં સુગંધ ભળે"એવું કહી શકાય. આ હેલ્ધી અને પૌષ્ટિક સલાડ બાળકો માટે એક સુપર ફૂડ કહી શકાય.
#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8-10 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1 વાડકીફણગાવેલા મગ
  2. 3/4 વાટકી દેશી બાફેલા ચણા
  3. સ્વાદમુજબ મીઠું
  4. સહેજ હળદર
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીઆમચૂર પાઉડર
  7. 1/2 ચમચી મરી પાઉડર
  8. 1 નંગટામેટું
  9. 1 નંગ કાકડી
  10. 1/2 નંગ બીટ
  11. 1 નંગ મિડિયમ સાઈઝનું ગાજર
  12. 1/2 ચમચી તેલ
  13. 1/2 વાટકી ઝીણી સમારેલી કેલની ભાજી
  14. 1/4 વાટકી ઝીણી સમારેલી પાલકની ભાજી
  15. 1/4 વાટકી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

8-10 મિનિટ
  1. 1

    એક કઢાઈમાં તેલ મૂકી એમાં ફણગાવેલા મગ નાંખો. એમાં સ્વાદમુજબ મીઠું તથા હળદર નાંખી એને સહેજ જ ચડવા દો. થોડા કાચા-પાકા રાખવા.પછી એને ઉતારી ઠંડા પડવા દો.

  2. 2

    હવે કાકડી, ટામેટાં તથા બીટને ઝીણા સમારવા.

  3. 3

    ગાજરને પણ ઝીણા સમારો.હવે ઠંડા પડી ગયેલા મગમાં બાફેલા ચણા, કાકડી, ગાજર, ટામેટાં તથા બીટ ઉમેરો.હવે એમાં કેલની ભાજી,કોથમીર તથા પાલકની ભાજી ઉમેરો.

  4. 4

    હવે એમાં સ્વાદમુજબ મીઠું,ચાટ મસાલો, આમચૂર પાઉડર તથા મરી પાઉડર ઉમેરી બરાબર હલાવી લો.પછી એને સલાડ તરીકે ઉપયોગમાં લો.અથવા બાળકોને લંચ બોક્સમાં આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes