બાજરી ની ખીચડી

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

#masterclass post 3

શેર કરો

ઘટકો

  1. સામગ્રી-------- છડેલી બાજરી ૨ વાડકી
  2. તુવેર ની દાળ ૧૧/૨ વાડકી
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. હળદર ૧ચમચી
  6. ૨મોટી ચમચી
  7. ૨ ચમચી વઘાર માટે તેલ
  8. ૧ ચમચી રાઈ
  9. સૂકા લાલ મરચા
  10. મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તો ગરમ પાણી માં બાજરી ને ૬ કલાક પહેલા પલાડી રાખો તુવેર ની દાળ ને પણ પલાડી રાખો હવે તેને કોરા કપડા પર કોરી કરવા માટે મૂકી દો

  2. 2

    હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો અધકચરી કરવી તેમાં બે મોટી ચમચી તેલ નાખી હલાવી લો હવે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં તુવેર દાળ નાખી ચડવા દો

  3. 3

    હવે તેમાં મીઠું અને હળદર નાખીને બરાબર હલાવી લો દાળ ચડી જાય પછી તેમાં બાજરી નાખી હલાવી લો

  4. 4

    હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ લીલા મરચા સૂકા લાલ મરચા નાખી હલાવી લો પછી તેમાં બાજરી ની ખીચડી નાખી હલાવી લો

  5. 5

    હવે સર્વિગ બાઉલમાં કાઢી લો લીમડી ના પાન થી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_17466369
પર

ટિપ્પણીઓ

Similar Recipes