મસાલા ઢોસા

Juliben Dave
Juliben Dave @julidave
શેર કરો

ઘટકો

  1. ઢોસા માટે
  2. ૩ વાટકી ચોખા
  3. ૧ વાટકી અડદની દાળ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. મસાલા માટે
  7. ૫ થી ૬ નંગ બટેટા
  8. ૨ નંગ ડુંગળી
  9. ૨ લીલા તીખા મરચાં
  10. મીઠા લીમડા ના પાન ૫ થી ૭ નંગ
  11. વઘાર માટે તેલ
  12. રાય
  13. જીરું
  14. હિંગ
  15. હળદર
  16. મીઠું
  17. કોથમીર
  18. ચણાની દાળ અને અડદની દાળ બન્ને મિક્સ ૧ ચમચી..દાળ અવોઇડ પણ કરી શકાય
  19. ચટણી માટે
  20. સૂકું કોપરું
  21. સીંગદાણા
  22. દાળિયા ની દાળ
  23. ૩ લીલા મરચાં
  24. મીઠું
  25. વઘારમાટે તેલ
  26. રાય જીરું
  27. અડદની દાળ
  28. લીમડાના પાન
  29. પાણી જરુરમુજબ
  30. લસણની ચટણી માટે
  31. લસણની કળી ૫ થી ૬ નંગ
  32. લાલ મરચું
  33. મીઠું
  34. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને અલગ અલગ વાસણમાં ૪ થી ૫ કલાક માટે
    સાફ કરી..બે થી ત્રણ વાર ધોઈ પલાળો
    પછી બન્ને ને અલગ અલગ જ મીક્ષીજારમાં પીસી લો
    પીસાઈ જાય એટલે એક તપેલામાં બન્ને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૬ થી ૮ કલાક માટે રાખી મુકો
    આથી સરસ આથો આવી જશે ઢોસા જાળીદાર બનશે.

  2. 2

    મસાલામાટે... ૫ થી ૬ બટેટા કૂકરમાં બાફી લેવા.છાલ ઉતારી નાના ટુકડા સમારવા
    એક તવીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાય જીરું નાખવા.રાય જીરું તતડી જાય એટલે સૂકી જીની સમારેલી ડુંગળી ઉમેરવી. ડુંગળી ગુઆબી થઈજાય એટલે લીલા મરચાં સમારેલા ઉમેરવા.મીઠા લીમડાના પાન હિંગ ઉમેરવા..બધું સરસ ચડી જાય એટલે બાફેલા સમારેલા બટેટા ઉમેરવા અને સાથે હળદર મીઠું ઉમેરી ૪ થી ૫ મિનિટ ચડવા દેવું.ગેસ બન્દ કરી કોથમીર ઉમેરવી.
    વઘારમાં ચાના દાળ અને અડદ દાળ નાખી શકાય.મેં નથી નાખી.

  3. 3

    ઢોસા ઉતારવામાટે ગેસ પર લોખંડ ની લોઢી ગરમ થવા મુકો.
    ઢોસાનું પીસેલું ખીરું થોડું પાણી ઉમેરી પાતળું કરીલેવું.
    તેવી પર ઢોસો ઉતારતા પહેલા તેલ પાણી મિક્સ કરી તેમાં કપડું બોલી તેના થી લોઢી સાફ કરવી
    આ પદ્ધતિ થી ઢોસો તેવી પર ચોંટશે નહીં.વધુ તપી ગઈ હોય તો તાપમાન પણ ઓછું થઇ જશે
    વાટકી થી ખીરું લોઢી પર પાથરવું.વચ્ચે થી ખીરું પાથરવું..ગોળ ગોળ વાટકી ફેરવતા ઢોસો ગોળ કરવો
    અને કરકરો થાય ત્યાં સુધી ચડવા દેવો
    બદામી થાય એટલે ઉતારી લેવો.

  4. 4

    ટોપરાની ચટણીમાટે મીક્ષીજારમાં ટોપરું શીંગદાણા દાળિયા મરચું મીઠું જરુરમુજબ પાણી નાખી પીસી લેવા લસણની ચટણી માટે લસણને ખાંડણીમાં મીઠી મરચું લસણ નાખી વાટી લેવું.ઢળી કરવા માટે સહેજ પાણી ઉમેરવું.

  5. 5

    એક થાળી લઇ તેમાં મસાલા ઢોસા ત્રિકોણ આકારમાંવાળીને ગોઠવો
    સાથે બટેટાનો મસાલો...ટોપરાની ચટણી...લસણની ચટણી પીરસો

  6. 6

    તો તૈય્યાર છે તમિલનાડુની પારંપરિક વાનગી ઢોસા...જે સંભાર..રસમ વિગેરે સાથે સર્વે થાય છે..મેં તને મસાલા ઢોસા તરીકે ચટણી અને મસાલા સાથે સર્વે કર્યા છે.ઘરે ઘરે દેંનિક ખાન તરીકે તમિલનાડુમાં ઢોસાનો ઉપયોગ થાયછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes