મિલેટ મીક્સ વેજી ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બાજરી ને ચોખ્ખા પાણીથી ધોઈ ને આખી રાત પલાળી રાખો પછી સવારે ૨ કલાક મગની દાળ પલાળો.બાજરી પલળી જાય એટલે તેને કાણા વાળા બાઉલ મા કાઢી ને પાણી નીતરી લો.
- 2
પછી એક કુકરમાં ૪ ચમચી તેલ નાખી ગરમ કરીસુકા લાલ મરચાં અને જીરું નાખો.જીરુ ફુટે એટલે તેમાં હિંગ ચપટી હળદર પાઉડર નાખી ને ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો, સંતળાઈ જાય.
- 3
તેમાં મરચાં ની કતરણ નાખી ને સાંતળો,
- 4
બધુ સંતળાઈ જાય એટલે પલાળેલી બાજરી અને મગની દાળ નાખી થોડી વાર સેકાવા દો.
- 5
છેલ્લા સ્વાદ અનુસાર મીઠું નાખી ને,૪ ગ્લાસ પાણી નાખી ઉકાળવું.ઉકળે એટલે કુકર નુ ઢાંકણ બંધ કરી ને ૫ સીટી વગાડી ને બાજરી ને બાફી લો.બફાઇ જાય પછી.
- 6
પછી બટાકા, ગાજર, વટાણા, ફણસી ને ચોરસ નાના ટુકડા કરી લો.
- 7
પછી નોનસ્ટિક કડાઈમાં ૭ ચમચી તેલ ગરમ કરી તેમાં બટાકા ના ટુકડા તળો બા્ઉન કલર ના થઈ જાય એટલે તેમાં
- 8
વટાણા, ગાજર, અને ફણસી ઉમેરી મિક્સ કરી લો, પછી થોકુ મીઠું નાખી ને ઢાંકી દો,૫ મીનીટ પછી બફાઈ જાય એટલે તેમાં
- 9
ગરમ મસાલો આદુ મરચાં લસણ ની પેસ્ટ,અને સંચળ પાવડર નાખી મિક્સ કરી લો.
- 10
પછી બનાવેલ ખીચડી ને તેમા નાખી ને મિક્સ કરી લો,
- 11
તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી મિલેટ ખીચડી જે સીયાળા ની સ્પેશયલ ડિશ છે 🙏
- 12
તેને લસણ ની ચટણી અને છાશ સાથે સર્વ કરો 🙏☘️💚🧡
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ