રગડા પાણી પુરી

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 200g સફેદ વટાણા 4-5 કલાક પલાળી રાખેલા
  2. 1નાનું બટેટુ
  3. 100g ફુદીનો
  4. 1નાની જુડી કોથમીર
  5. આદુ મરચાં ની પેસ્ટ
  6. 2-3લીંબુ
  7. 4-5સુકા લાલ મરચાં
  8. ગોળ આંબલી નુ પાણી
  9. મીઠું સ્વાદ મુજબ
  10. સંચળ
  11. 1 નાની ચમચીહળદર
  12. 1 નાની ચમચીહીંગ
  13. 1 નાની ચમચીશેકેલુ જીરું નો પાઉડર
  14. પાણી પુરી ની પુરી
  15. 3-5ડુંગળી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રગડો બનાવા માટે કુકર માં પલાળીને રાખેલ વટાણા અને બટેટાના નાના ટુકડા કરી હળદર મીઠું સ્વાદ મુજબ અને હીંગ નાખી 5-6 સીટી વગાડી લેવી એકરસ થાય ત્યાં સુધી બાફી લેવાં રગડો તૈયાર

  2. 2

    પાણી બનાવા માટે મીક્ષર જારમા કોથમીર, ફુદીનો, આદુ મરચાં ની પેસ્ટ નાખી પેસ્ટ બનાવી લઈ 4 ગ્લાસ પાણી નાખી લીંબુ મીઠું, સંચળ, શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરી ઠંડું કરી લેવું

  3. 3

    સુકા લાલ મરચાં ને અડધી કલાક પલાળી મિક્સરમાં પીસી લો રગડા ની લાલ તીખી ચટણી તૈયાર

  4. 4

    પાણી પુરી ને ગરમાગરમ રગડા, ગોળ આંબલી નુ પાણી, લાલ ચટણી, ડુંગળી અને ખાટા પાણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes