શાહી પનીર

1 કમેન્ટ કરેલ છે
Prerna Desai
Prerna Desai @cook_17542942

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

40મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 ચમચીતેલ
  2. 250 ગ્રામપનીર
  3. 2 ચમચીક્રીમ
  4. 1/4 કપદહીં
  5. 1/4 કપદૂધ
  6. 10-12કાજુ
  7. 1 ચમચીબટર
  8. 3નંગ ડુંગળી સમારેલી
  9. 4નંગ ટામેટા સમારેલા
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 5-6લસણ ની કળી
  12. 1ટૂકડો આદુ
  13. 1તમાલપત્ર
  14. 2ઈલાયચી
  15. 4-5લવિંગ
  16. 4-5આખા મરી
  17. 1 ટુકડોતજ
  18. 1/2 ચમચીહળદર
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. 1/2 ચમચીકસૂરી મેથી
  21. 1 ચમચીગરમ મસાલો
  22. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    પહેલા એક કડાઇમા તેલ અને બટર લઇ ગરમ થાય પછી એમા કાંદા ઉમેરી થાેડા નરમ થાય ત્યાં સુધી સાંતળી ને પછી લસણ ઉમેરાે. અને પછી એમા ટામેટા ઉમેરો. થોડી વાર પછી આદુ-લસણ અને કાજુ ઉમેરી બધુ બરાબર મિક્સ કરી 8-10 મીનીટ સુધી થવા દો.

  2. 2

    હવે તેને સાઈડ પર મૂકી થોડું ઠંડું થવા દો.

    હવે ઠંડું થયા બાદ મિક્સર માં લઇ ક્રશ કરી ગ્રેવી બનાવી લો.(જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો)

  3. 3

    હવે એક પેનમાં બટર અને તેલ ગરમ કરી ખડા મસાલા નાખી થોડી વાર પછી બનાવેલી કાંદા અને ટામેટા ની પેસ્ટ એડ કરી ને મીક્ષ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો, પછી દહીં અને પાણી ઉમેરી ફરી થોડીક વાર માટે થવા દાે.

  4. 4

    હવે બધા મસાલા ઉમેરી લાે,બરાબર મીક્ષ કરી લો. અને દૂધ ઉમેરી બરાબર હલાવી લો. તો ગ્રેવી તૈયાર છે.
    હવે ક્રીમ, ગરમ મસાલો, કસુરી મેથી ઉમેરી બરાબર મીક્ષ કરી લો.ત્યારબાદ પનીર ના ક્યુબ એડ કરો.

    તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાહી પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર

Similar Recipes