લચ્છા પરાઠા

#રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા.
લચ્છા પરાઠા
#રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનાં લોટને ચાળીને તેમાં તેલનું મોણ, મીઠું ઉમેરીને મોઈ લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલી જેવી ઢીલો લોટ બાંધીને તૈયાર કરો. તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ પલાળવા દો રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ લોટને કેળવીને તેના મોટી સાઇઝના લુઆ બનાવો. અટામણ લઈને જાડા પરાઠા વણો.
- 3
તેની પર થોડું તેલ ચોપડી તથા અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો ભભરાવી રોલ કરી લુઓ તૈયાર કરો.
- 4
તેને ફરીથી અટામણમાં કોટ કરીને ગોળ પરાઠા વણો.
- 5
તવા પર શેકવા માટે થોડું તેલ મૂકીને તવો ગરમ થાય પછી બંને બાજુ તથા કિનારી પર થોડું તેલ મૂકીને બદામી ટપકી પડે તેમ પરાઠા શેકો.
- 6
તૈયાર પરાઠાને સબ્જી સાથે સર્વ કરો. તો તૈયાર છે લચ્છા પરાઠા.
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
લચ્છા પરાઠા
#માઇઇબુક #સુપરશેફ 2 🤤😋Post 4 લચ્છા પરાઠા સામાન્ય રીતે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે.પરંતુ અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેને વધારે હેલ્ધી બનાવ્યા છે .તથા અજમો, જીરું અને તલ ઉમેરી ને તેને ગુજરાતી ટચ આપ્યો છે. મારા ઘરના બધા જ સભ્યોની પ્રિય વાનગી છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. VAISHALI KHAKHRIYA. -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આ પરાઠા પંજાબી અથવા કોઈ પણ જાતની ગ્રેવીવાળી સબ્જી સાથે સર્વ કરવામાં આવે છે. આ મૂળ પંજાબના પરાઠા છે. આ પરાઠામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને પણ બનવામાં આવે છે. Vaishakhi Vyas -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
પાલક પનીર મિક્સ પરોઠા (Palak Paneer paratha recipe in Gujarati)
આજે આપણે એક પંજાબી ડીશ બનાવીશું. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. આજે ઘરે જ રેસ્ટોરન્ટ જેવી આપણે પાલકપનીર ની સબ્જી બનાવીશું.#GA4#Week2#પાલક Chhaya panchal -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
હરિયાળા લચ્છા પરાઠા
#પંજાબીલચ્છા પરાઠા એ પંજાબી ભોજન માં ખાસ જગ્યા ધરાવે છે. લચ્છા પરાઠા માં લિલી પ્યૂરી ઉમેરી વધારે સ્વાદિષ્ટ બનાવ્યા છે. Deepa Rupani -
કોર્ન પાલક સબ્જી
#રેસ્ટોરન્ટઆજથી હું રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટમાં મેઈન કોર્સની રેસિપી પોસ્ટ કરું છું. મેઈન કોર્સમાં ભોજનમાં જમવામાં આવતી દરેક વાનગીઓમાંની મુખ્ય વાનગીઓનો સમાવેશ થાય છે. ભોજનની શરૂઆત એપેટાઈઝર, સૂપ, સ્ટાર્ટર, પાપડ, સલાડ વગેરેથી થાય છે ત્યારબાદ મેઈન કોર્સ આવે છે જેમાં હેવી વાનગીઓ જેવી કે રોટી, નાન, પરોઠા, પુરી, કુલચા, પનીર સબ્જી, વેજ. સબ્જી, કઠોળની સબ્જી, ફોફ્તા, રાઈસ, પુલાવ, બિરિયાની, દાલ વગેરે પીરસવામાં આવે છે. જનરલી દરેક રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં પનીરની સબ્જી જેવી કે પનીર બટર મસાલા, પનીર ટીકા મસાલા, પનીર બાલ્ટી, પનીર અંગારા, પનીર તૂફાની, પનીર મટર, પાલક પનીર વગેરે પીરસાય છે જો પનીરની સબ્જી રેડ ગ્રેવી કે યલો ગ્રેવીની હોય તો સાથે સર્વ થતી બીજી સબ્જી ગ્રીન ગ્રેવી કે વ્હાઈટ હોય છે. બંને સબ્જી એક રંગની એક સરખી ગ્રેવીવાળી નથી સર્વ કરતા બીજી સબ્જીમાં મિક્સ વેજિટેબલ, વેજ. જયપુરી, વેજ. સિંગાપુરી, વેજ. મક્ખનવાલા, આલુ મટર, મલાઈ કોફ્તા, દમઆલુ, ચના મસાલા, રાજમા મસાલા, આલુ પાલક, પાલક કોર્ન કેપ્સિકમ વગેરે સર્વ કરવામાં આવે છે. તો આજે આપણે રેસ્ટોરન્ટમાં સર્વ થતી કોર્ન પાલક સબ્જી બનાવતા શીખીશું સાથે સાથે પાલકની સબ્જીનો રંગ બન્યા પછી ગ્રીન કેવી રીતે રાખવો તેની ટીપ્સ પણ આ રેસિપીમાં પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા (Cheese Garlic Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ૨#week2#ફ્લોર્સહવે મારા ઘરે તો લચ્છા પરાઠા એટલે ભાવે કે સાંજ માટે કંઈ શાક ના બનાવવા નું હોય એના બદલે લચ્છા પરાઠા ની ફરમાઈશ આવી જાય એટલે દરવખતે અલગ અલગ ફ્લેવર્સ ટ્રાય કરુ છું ચીઝ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે ચીઝ ને કારણે એકદમ ક્રીસ્પી બને છે. Sachi Sanket Naik -
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
તવા બટર નાન (Tava Butter Naan Recipe In Gujarati)
#NRCપંજાબી સબ્જી સાથે બટર નાન કે બટર રોટી ખૂબ સરસ લાગે. આજે મેં ઘંઉના લોટ માંથી જ તવા બટર રોટી બનાવી છે સાથે પનીર ની પંજાબી સબ્જી. Dr. Pushpa Dixit -
તિરંગા લચ્છા પરાઠા
#પરાઠાથેપલાઆ રેસીપી માં ત્રણ કુદરતી ફ્લેવર ના લોટ બાંધી તેના લચ્છા પરાઠા બનાવ્યાં છે. આ પરાઠા ખુબજ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને બાળકો ને આકર્ષિત કરે છે. Urvashi Belani -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથીનાં ઢેબરા
#પરાઠાથેપલાદરેક ગુજરાતીઓનાં ઘરમાં અલગ-અલગ પ્રકારનાં થેપલા બનતા હોય છે. એમાં પણ શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના દાણા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથીનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે "કેડમાં છોકરું ને ગામમાં ગોતવા જાય" અર્થાત બધી બીમારીઓનો ઉપચાર આપણા રસોડાનાં ઔષધમાં જ છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં ઢેબરા બનાવીશું. Nigam Thakkar Recipes -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe in Gujarati)
આપણા બધા ના ઘરમાં રાત્રે જમવામાં અલગ અલગ વસ્તુઓ બનતી જ હોય છે. પરોઠાં પણ ઘણા પ્રકારના બને છે જેમાં થી મેં આજે લસણ નો ઉપયોગ કરી લચ્છા પરાઠા બનાવ્યા છે.#GA4#Week24#garlic Rinkal Tanna -
-
પાલક લચ્છા પરાઠા(palak lachcha parotha recipe in Gujarati)
#સુપરશેફ2પાલક પરાઠા એકદમ હેલ્ધી છે તેમજ લચ્છા પરાઠા હોવાથી બાળકોને કંઈક ડિફરેન્ટ મળી જશે Kala Ramoliya -
પરાઠા (Paratha Recipe In Gujarati)
#GA4#WEEK1#POST 2પરાઠાસાંજે શું બનાવું જમવાનું થે ખૂબ જ મુશ્કેલ ભર્યો સવાલ છે તો તૈયાર છે તેનો ઉકેલ ઑલ ટાઇમ ફેવરીટ ઘઉંના લોટ ના સ્વાદિષ્ટ પરાઠા Hemisha Nathvani Vithlani -
મસાલા લચ્છા પરોઠા (masala raksha paratha recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર/લોટ#માઇઇબુક#પોસ્ટ ૩૦લોટની કોન્ટેક્ટ ચાલી રહી છે મેં ઘઉંના લોટમાંથી મસાલા લચ્છા પરોઠા બનાવેલા છે. અને મેં તેમાં કડી પત્તા(મીઠો લીમડો)નો પણ ઉપયોગ કરેલો છે આપણે દાળ-શાકના વઘાર માં કડી પત્તા નાખીએ છીએ પણ છોકરાઓ હોય કે મોટા હોય બધા જ કરી પત્તાને સાઈડમાં કાઢી નાખે છે. તો આજે મેં લચ્છા પરાઠા ની અંદર જ કટ કરીને કડી પત્તા નો ઉપયોગ કરેલો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે. કડી પત્તા ઇમ્યુનિટી સિસ્ટમને ટાઈટ કરે છે. Hetal Vithlani -
મસાલા સ્ટફ્ડ ફ્રાય લચ્છા પરાઠા
#વિકમિલ ૩# પોસ્ટ ૪#માઇઇબુક# પોસ્ટ ૨૩આ પરાઠા ખાવા માં એકલા જ ખૂબ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો Dhara Soni -
બટર ગાર્લિક લચ્છા પરાઠા(butter garlic lachcha recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક લચ્છા પરાઠા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પરાઠાને તમે લીલી ચટણી, કેચપ અને કોઈપણ શાક સાથે સર્વ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ઘઉં ના લોટના લચ્છા પરાઠા
#goldenapron3#week 11પરાઠા તે એવી રેશીપી છે જે નાસ્તા માં ડિનર મા લઈ શકાયછે પરાઠા પણ ઘણી જાતના થાય છે આલુ પરાઠા સ્ટફ પરાઠા પણ અલગ અલગ સ્ટફિંગ વાળા થાય છે સાદા પરાઠા મેથીના પરાઠા વગેરે વગેરે થાય છે તો આ જે મેં બ્રેક ફાસ્ટમાં લઈ શકાય એટલા માટે લચ્છા પરાઠા બનાવ્યા છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ